વાદી સમાજનો એક શિક્ષા કરતો વિવાદિત વિડિઓ સોશિયલ મીડિયામાં થયો વાયરલ

વાદી સમાજનો એક શિક્ષા કરતો વિવાદિત વિડિઓ વાયરલ થયો છે. જે વિવાદિત વાયરલ વિડિઓ માં વાદી સમાજ ના આગેવાનો 2 યુવકો ને ગળા માં જૂતા નો હાર તેમજ સ્ત્રી ના કપડા પહેરાવયા હતા. અને મોં માં જૂતા ઠૂસી ને અપમાનિત કરી સમાજ નો મોભી હાથ માં સોટી લઈ ને યુવકો ને ફટકારતો અને માફી મંગાવતો વિડિયો દ્ર્શ્ય માં જોવા મળેછે.સાથે સાથે વાદી સમાજ ના આગેવાન લોકો યુવા અને બાળક વર્ગ પણ નજરે પડે છે. જે વિવાદિત વાત માં યુવકો ને 1લાખ નો દંડ અથવા સમાજ બહાર મૂકવો તેવો નિર્ણય ચર્ચાયો હતો. સમગ્ર ઘટના ની વિડિઓ ના આધારે મળતી માહિતી અનુસાર વાદી સમાજના આગેવાનોની મિટિંગ બેઠક મળી હતી. સમાજના 2 યુવકો ભિક્ષાટન માટે ગયા ત્યારે તેમના મોબાઈલમાં કોઈ જગ્યાએ મહિલા કે યુવતીનો ફોટો પાડ્યો હતો. જે મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.
આ યુવકો ની આવી હરકત થી સમાજ ને કોઈ નુકશાન વેઠવાનો વારો આવી સકે છે. કારણકે આ સમાજ હજુ ભિક્ષાવૃતી પર નભતો છે અને જો કોઈ પગલા લેવાય તો તેમને કોઈ ભિક્ષા ના આપે એટલે વાદી સમાજ એકત્ર થયો અને યુવકો ને માફી મંગાવી છે.તેમજ અન્ય કોઈ યુવક કે વ્યક્તિ આવી કોઈ હરકત ના કરે તે માટે આવો આકરો નિર્ણય લેવાયો છે. વાદી સમાજના આગેવાનો તેમજ લોકો કોઈ જગ્યાએ ભેગા થયા છે 2 યુવકો ને મહિલા ના કપડા પહેરાવી ગળામાં જૂતાનો હાર પહેરાવ્યો અને માફી માંગવી 1 લાખનો દંડની સજા ફરમાવાઈ. જોકે સમગ્ર ઘટના વીડિયો માં જે વાતચીત થઈ રહી છે તે સમાજ માટે ગંભીર બાબત હોય ભવિષ્ય મા સમાજ ને નુકશાન ના થાય તે માટે આવું પગલું લેવામાં આવ્યું હોવાની વાત લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ (રાધનપુર)