મોટી કુકાવાવ દ્વારા શ્રી નાથજી ની હવેલી મા શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન

મોટી કુકાવાવ દ્વારા શ્રી નાથજી ની હવેલી મા શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન કરવામા આવી
શ્રી મદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન
શ્રી ગિરિરાજજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી નાથજી ની હવેલી મોટી કુકાવાવ ખાતે શ્રીમદ્ ભાગવત કથા નું ભવ્ય આયોજન
અમરેલી જિલ્લા નાં મોટી કુકાવાવ ખાતે શ્રી વૈષ્ણવ આચાયઁ પુ. પા. ૧૦૮ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજ ની આજ્ઞા થી શ્રી મદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રી ગિરિરાજજી ચેરીટેબલ ટ્રસ્ટ મોટી કુકાવાવ દ્વારા શ્રી નાથજી ની હવેલી મા શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન કરવામા આવી રહ્યું છે જેમા કથા પ્રારંભ તા.23/7/2023 રવિવાર થી શરૂ થાય છે જે 30/7/2023 રવિવાર નાં રોજ કથા પૂર્ણાહૃતી થસે. જે આઠ દિવસ નું ભવ્ય પ્રસંગો સાથે ઉત્સાહ ભેર આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કથા નો સમય બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી અને રાત્રે 8:15 થી 11:15 સુધીનો રાખવામાં આવેલ છે.આ અનેરા પ્રસંગે દરેક ભાવિક ભક્તો ને કથા નો લાભ લેવા પધારવા ભાવભયુઁ આંમત્રણ પાઠવવા વીમા આવેછે આ કથા ના આયોજક
સમસ્ત વૈષ્ણવ પરીવાર મોટી કુંકાવાવ છે.
સમસ્ત સૃષ્ટિમાર્ગીય વૈષ્ણવ સૃષ્ટિને જણાવતા અતિ આનંદ થાય છે કે જગતગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટયપીઠ ગૃહાધીપતી પૂ.પા.ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રીની આજ્ઞાથી મોટી કુંકાવાવ ના આંગણે ભાગ્યોદય સ્વરૂપે સર્વે વૈષ્ણવો જે દિવ્ય મંગલ ઉત્સવ ની રાહ જોઈ રહયા તે મંગલ હિંડોળા ઉત્સવ અને અધિક શ્રાવણ માસ પ્રસંગે શ્રીનાથજી ની હવેલી ખાતે શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ નું શાસ્ત્રી શ્રી ભાર્ગવ દાદા (ભોરીંગડા) વાળા સંગીતમય શૈલી માં પોતાના સ્વમુખે સુમધુર વાણીથી રસપાન કરાવશે. જે અલૌકિક પ્રંસગે સમસ્ત મોટી કુંકાવાવ વૈષ્ણવ પરિવાર તેમજ સમસ્ત ગ્રામજનો ને આ મંગલ અવસરે પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
કથા દરમ્યાન પ્રસંગો ધામધુમથી ઉજવાશે:
પોથી યાત્રા તા. ૨૩-૦૭-૨૦૧૩ રવિવાર બપોરે 3:00 કલાક, ફપીલ જન્મ,નૃસીંહ અવતાર તા. ૨૪-૦૭-૨૦૨૩ સોમવાર સાંજે ૫:૩૦ કલાકે, તા. ૨૪-૦૭-૨૦૨૩ સોમવાર રાત્રે ૧૦:૩૦ કલાકે,વામન અવતાર,રામ જન્મ તા. ૨૫-૦૭-૨૦૨૩ મંગળવાર રાત્રે ૧૦:૦૦ કલાકે, તા. ૨૬-૦૭-૨૦૨૩ બુધવાર સાંજે ૫:૩૦ કલાકે, કુંવરબાઈનું મામેરૂ – તા. ૨૬-૦૭-૨૦૨૩ બુધવાર રાત્રે ૧૦:૦૦ કલાકે કૃષ્ણજન્મ નંદમહોત્સવ, તા. ૨૭-૦૭-૨૦૨૭ ગુરૂવાર રાત્રે ૧૦:૦૦ કલાક ગરીરાજ પુંજન (અન્નકુટ) : તા. ૨૮-૦૭-૨૦૨૩ શુક્રવાર રાત્રે ૧૦:૦૦ કલાકે અને રૂક્ષ્મણી વિવાહ,સુદામા ચરિત્ર,પરીક્ષિત મોક્ષ વગેરે પ્રસંગો કથા દરમિયાન ધામધૂમ થી ઉજવવા આયોજકો દ્વારા શ્રી મદ ભાગવત કથા નું ભવ્ય અને સુંદર આયોજન મોટી કુકાવાવ ખાતે કરવામાં આવ્યું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300