ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ

ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ
Spread the love

ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ

બે ઈંચ વરસાદે શહેરના હાલ બેહાલ કર્યા, બાળક ગટરની ખુલ્લી ચેમ્બર પડ્યું

અંકલેશ્વર, ઝઘડિયા, વાગરામાં પણ બે ઈંચ વરસાદ

ભરૂચમાં માત્ર બે ઇંચ વરસેલા વરસાદે નગરના હાલ બેહાલ કરવા સાથે લોકોને મુસીબતમાં મૂકી દીધા હતા. હવામાન વિભાગના એલર્ટ વચ્ચે ભરૂચ જિલ્લામાં શનિવારથી જ મેઘરાજાનો મુકામ સમયાંતરે જોવા મળ્યો હતો. રવિવારે સવારે ભરૂચ, અંકલેશ્વર, વાગરા અને ઝઘડિયામાં મેઘરાજા મનમૂકીને વરસી પડતા નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબતર કરી દીધા હતા.
ભરૂચમાં પાલિકા તંત્રના આયોજન અને કામગીરીના અભાવે નગરજનોએ અનેક સમસ્યાઓ ભોગવવાનો વારો આવ્યો હતો. ગાંધીબજારમાં અધૂરી છોડલી કામગીરી વક્સહહે5 ખુલ્લી ગટરમાં એક બાળક ખાબક્યો હતો. જોકે તેને આસપાસના લોકોએ તુરંત બહાર કાઢી બચાવી લીધો હતો.
ફુરજા વિસ્તારમાં તો વરસાદી પાણી વચ્ચે ખુલ્લી ગટરો છલકાતા જાણે ધસમસતા વહેણમાં રેલ આવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વેપારીઓની દુકાનોમાં પાણી ઘુસી જતા માલ સામાન બચાવવા દોડધામ મચી ગઇ હતી. ભાગકોટમાં વરસાદ વચ્ચે દીવાલ ધરાશય થઈ હતી. તો ચિંગસપુરામાં પાણી ભરાવા સાથે ગંદકીથી લોકો ત્રસ્ત બન્યાં હતા. સોનેરી મહેલ આચારવાડની ખડકીમાં ભુવો પડતા લોકોની અવરજવર બાધિત થવા સાથે રોષ જોવા મળ્યો હતો.
બપોરે 2 વાગ્યા સુધીમાં ભરૂચમાં 59 મિમી, વાગરા 49 મિમી, અંકલેશ્વર 43 મિમી અને ઝઘડિયા 42 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જંબુસરમાં 25 મિમી, આમોદમાં 24 મિમી, વાલિયા 14 મિમી, નેત્રંગ 11 અને હાંસોટમાં 10 મિમી વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં અત્યાર સુધી મૌસમનો 3523 મિમી એટલે કે 51.92 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત. 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230723-WA0178-0.jpg IMG-20230723-WA0179-1.jpg IMG-20230723-WA0176-2.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!