જસદણ કરમાળ ડેમ પાસે વાડીમાં રહેતા ત્રણ લોકો ગુમ લાશ મળી એક લાપતા અને એકની લાશ મળી

જસદણ કરમાળ ડેમ પાસે વાડીમાં રહેતા ત્રણ લોકો ગુમ લાશ મળી એક લાપતા અને એકની લાશ મળી
જસદણ તાલુકાના ઇશ્વરીયા ગામના ગુમ થયેલ ૩ નાગરિકો પૈકી
એકનો આબાદ બચાવ, એક લાપતા અને એકની લાશ મળી – ભારે વરસાદને કારણે કરમાળ ડેમના દરવાજા ખોલવામાં આવતા નદી બે કાંઠે થતાં ઈશ્વરીયા ગામના નદી કાંઠે વસવાટ કરતા દિનેશભાઈ ગોહાભાઈ સોલંકી ઉ. વ. ૫૫ તથા રવિ દિનેશભાઈ સોલંકી ઉં. વ. ૨૫ તથા મધુબેન દિનેશભાઈ સોલંકી ઉ. વ. ૫૦ સવારના અંદાજિત ૯. ૦૦ કલાકે પાણીના પ્રવાહમાં તણાતા લાપતા થયેલ હતા. જે પૈકી દિનેશભાઈ ગોહાભાઈ સોલંકી પાંચ કિલો મીટર દૂરથી સહી સલામત મળી આવેલ છે. જયારે મધુબેન દિનેશભાઈ સોલંકીની લાશ કોટડા સાંગાણી તાલુકાના સતાપર ગામ પાસેથી નદી કાઠેથી મળી આવેલ છે, જયારે રવિ દિનેશભાઈ સોલંકી હજુ પણ લાપતા છે, તેમ જસદણ મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.
રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300