રાજકોટ : સાધનસામગ્રીથી સજ્જ રેસ્ક્યુ ટીમ બચાવની કામગીરી માટે જૂનાગઢ પહોંચી

રાજકોટ શહેર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઈમરજન્સી શાખાની સાધનસામગ્રીથી સજ્જ રેસ્ક્યુ ટીમ બચાવની કામગીરી માટે જૂનાગઢ પહોંચી
રાજકોટ : જૂનાગઢ શહેરમાં પડેલ અતિ ભારે વરસાદમાં રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખાની ૩ રેસ્ક્યુ ટીમ જેમાં પુરની બચાવ કામગીરીના સાધનો સાથે લાઈફ જેકેટ, લાઈફબોયા, રસ્સા, રેસ્ક્યુ બોટ, ઇલેક્ટ્રિક વુડન કટરો વગેરે સાધનો સાથે મીની રેસ્ક્યુ વાહન, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ સાથે ૨ સ્ટેશન ઓફિસર, લિડિંગ ફાયરમેન, ફાયરમેન અને ડ્રાઇવર સહિત મનપાના ફાયર બ્રિગેડના ૧૭ થી ૧૮ અધિકારી/કર્મચારીઓ તરવૈયા સાથે રાહત બચાવની કામગીરી કરવા માટે જૂનાગઢ શહેરની મદદ માટે પહોંચી ગયેલ છે. ઉપરાંત ગઈ કાલે ગીર સોમનાથ ખાતે વધારે પાણી શેરીઓમાં ભરાતા મનપાના ૨ હાઈ કેપેસિટી ડીવોટરિંગ વહીકલ પમ્પ સાથેના સ્ટાફ ગયેલ છે.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300