જસદણ કરમાળ પુર આવતાં લોકો નું રેસ્ક્યુ કરવામાં આવ્યું

જસદણ કરમાળ પુર આવતાં લોકો નું રેસ્ક્યુ કરવામાં આવ્યું
આજરોજ ઈશ્વરીયા અને દડવા પાસે આવેલ કરમાળ પીપળીયા અને કરમાળ ડેમ ઓવરફ્લો થતાં અનેક લોકો વાડી વિસ્તારમાં ફસાયા હતા તેમાં ગોંડલ આટકોટ રોડ બંધ થયેલ હતો લોકોને બચાવવા માટે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભાવેશભાઈ વેકરીયા ને જેવા સમાચાર મળ્યા ત્યાં દોડી ગયા અને તાલુકા પંચાયત સદસ્ય શ્રી લલીતભાઈ મારકણા ગિરધરભાઈ વેકરીયા મનુભાઈ લાવડીયા દડવા ગામના સરપંચ શ્રી ભુપતભાઈ વાળા કલ્પેશભાઈ વેકરીયા અને અનેક આગેવાનો ત્યાં પહોંચ્યા હતા સરકારી તંત્ર આટકોટ પીએસઆઇ સિસોદિયા સાહેબ જસદણ મામલતદાર સાહેબ શ્રી જસદણ ટીડીઓ સાહેબ શ્રી તેમજ લોકોને રેસ્ક્યુ કરવા માટે જસદણ નગરપાલિકા ટીમ પહોંચી હતી અને માન્ય કેબિનેટ મંત્રીશ્રી બાવળિયા સાહેબે વિવિધ જગ્યા એ સૂચના આપી લોકોને બચાવવાની જહેમત ઉઠાવી હતી અને સતત મંત્રી શ્રી બાવળીયા સાહેબ રાજકોટ કલેકટર સાહેબ તેમજ વિવિધ કચેરીમાં સંપર્કમાં રહી ચિંતા કરી હતી
રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300