શહીદ જવાનો નાં પરીવાર માટે કાર્ય કરતી સંસ્થા આઈ સપોર્ટ ફાઉન્ડેશન

શહીદ જવાનો નાં પરીવાર માટે કાર્ય કરતી સંસ્થા આઈ સપોર્ટ ફાઉન્ડેશન
Spread the love

શહીદ જવાનો નાં પરીવાર માટે કાર્ય કરતી સંસ્થા આઈ સપોર્ટ ફાઉન્ડેશન

બનાસકાંઠા ટીમ દ્વારા તા . 22/07/2023 શનિવાર નાં રોજ સાંજે 5 વાગ્યે વાવ ખાતે કેસર કૃપા હોટલ મા જનરલ મીટીંગ નુ આયોજન કરવામાં આવેલ જેમાં સુરત થી આઈ સપોર્ટ ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ ભરતભાઇ વરિયા સાહેબ તથા વાઇસ પ્રેસિડેન્ટ બિપીનભાઇ ઘોઘારી સાહેબ તથા સુરત ટીમ ઉપસ્થિત રહેલ તેમજ વાવ થરાદ સુઈગામ વિસ્તાર ના માજી સૈનિકો (રીટાયડ જવાનો) પણ ઉપસ્થિત રહેલ અને એમનું શહીદ સ્મારક નો ફોટો અને ભાગવત ગીતા આપી ને સ્વાગત સન્માન કરેલ..બનાસકાંઠા ટીમ નાં તમામ રાષ્ટ્રપ્રેમી યુવા મિત્રો પણ બહોળી સંખ્યામાં હાજર રહેલ. કાર્યક્ર્મ ની શુરુઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવેલ ત્યાર બાદ પ્રેસિડેન્ટ ભરતભાઇ વરિયા સાહેબ દ્રારા રાષ્ટ્ર સેવા માટે યુવાનો ને માર્ગદર્શન આપ્યું. આગામી સમયમાં બનાસકાંઠા મા યુવાનો માટે ટેનીંગ સેન્ટર અને ભારતમાતા મંદિર (શહીદ સ્મારક) બનાવવા નાં પ્રયાશો કરવામાં આવશે જેમાં માજી સૈનિકો એ પુરે પુરો સહયોગ આપવા ની ખાતરી આપી આગામી દિવસોમાં મા આઈ સપોર્ટ ફાઉન્ડેશન બનાસકાંઠા ટીમ દ્વારા વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, વિવિધ તહેવારો મા શોર્ય સહાય કેમ્પ કરી ને રાષ્ટ્ર સેવા મા સહભાગી બનશે. અંતે તમામ રાષ્ટ્રપ્રેમી યુવા મિત્રો નો આભાર માની રાષ્ટ્રગાન કરી ને કાર્યક્ર્મ ની પૂર્ણાહુતિ કરી.

રીપોર્ટ. હમીર રાજપુત થરાદ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230723-WA0012-1.jpg IMG-20230723-WA0011-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!