રાજકોટ : ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા ૨૫ જેટલા પરિવારોનું શિફ્ટિંગ કરાયું.

રાજકોટ : ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા ૨૫ જેટલા પરિવારોનું શિફ્ટિંગ કરાયું.
Spread the love

રાજકોટ શહેરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા ૨૫ જેટલા પરિવારોનું શિફ્ટિંગ કરાયું.

રાજકોટ : રાજકોટ શહેરમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ઉપરવાસનાં એરીયામાં વરસેલા વરસાદને પગલે રાજકોટનો આજી-૧ ડેમ ઓવરફલો થયો હતો. જ્યારે ન્યારી-૧ ડેમના ૬ દરવાજા ૩ ફૂટ ખોલવામાં આવતા બંને ડેમની નદીમાં નીર વહેતા થવા લાગ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલે આજે તા.૨૩/૭/૨૦૨૩ ના રોજ આજી-૧ અને ન્યારી-૧ ડેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન કમિશનરએ નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા લાઉડ સ્પીકરવાળા વાહનોની મદદથી સૂચના આપવા તથા આવશ્યકતા અનુસાર નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામતી ખાતર સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. સાથો-સાથ વર્તમાન વરસાદી માહોલ વચ્ચે સંબંધિત શાખાઓના સ્ટાફ તેમજ વોર્ડના સ્ટાફને એલર્ટ રહેવા સૂચના આપી હતી. મ્યુનિ.કમિશનર આનંદ પટેલની સૂચના અનુસાર સિટી એન્જિનિયર પી.ડી.અઢિયા અને તેમની ટીમ તેમજ સ્થાનિક આગેવાનોને સાથે રાખી વોર્ડનં.૧૬માં આજીનદીના કાંઠા પરના જંગલેશ્વરના છેડે આવેલ એકતા કોલોનીના ૧૫ જેટલા પરિવારોના ૫૦ થી વધુ લોકોને શાળાનં.૭૦માં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમજ સ્થળાંતરિત લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. એવી જ રીતે વોર્ડનં.૪મા ભગવતીપરાનાં છેડે દરગાહ વાળા રોડ પર જયપ્રકાશ નગરના બાર ૧૨ જેટલા પરિવારોને મહાનગરપાલિકાના સ્ટાફ અને પોલીસ સ્ટાફે શાળાનં.૪૩માં શિફ્ટ કર્યા હતા. જ્યારે વોર્ડનં.૧૫માં GIDC નજીક આવેલ શિવપુરા વિસ્તાર તથા ૮૦ ફૂટના રોડ પર સત્યમપાર્કના છેડે વસતા લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં પશુઓ વધુ સંખ્યામાં હોઈ મહાનગરપાલિકાએ તેઓને એલર્ટ રહેવા સૂચના આપી હતી. વિશેષમાં રાજકોટ જીલ્લામાં થયેલ સાર્વત્રીક ભારે વરસાદને પગલે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના ન્યારી-૧ ડેમમાં વીપુલ માત્રામાં વરસાદી પાણીની આવક થવા પામેલ, ન્યારી-૧ ડેમમાં રૂલ લેવલ જાળવવા અર્થે ૧૧ દરવાજા પૈકી ૬ દરવાજા ૩ ફૂટ સૂધી ખોલવામાં આવેલ હતા. જે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલ દ્વારા આજરોજ ન્યારી-૧ ડેમની રૂબરૂ સ્થળ મુલાકાત લેવામાં આવેલ અને સંબધિત અધિકારીને જરૂરી સુચનાઓ ભારે વરસાદની સંભાવનાને ધ્યાને લઇ આપવામાં આવેલ, અને સ્ટેટ કન્ટ્રોલરૂમના સંપર્કમા રહેવા, ડાઉન સ્ટ્રીમના ગામોને આગોતરી જાણ કરવા સંબધી તકેદારીના તમામ પગલાઓ ખાસ કાળજી પુર્વક લેવા જાણાવેલ. અત્રે એ ઉલ્લેખ કરવો રહ્યો કે આજી-૧ ડેમ આજે ૧૯મી વખત ઓવરફલો થયેલ છે. કમિશનરની ઉપરોક્ત બંને મુલાકાત દરમ્યાન નાયબ કમિશનરઓ અનિલ ધામેલિયા અને ચેતન નંદાણી, પી.એ.(ટેક) ટુ કમિશનર હીમાંશુ દવે, એડી સીટી એન્જી કે.પી.દેથરીયા, નાયબ કાર્યપાલક ઇજનેરઓ એચ.એમ.ખખ્ખર, સી.બી.મોરી અને સંજીવ છૈયા વિગેરે સાથે રહેલ.

રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20230723-WA0197-1.jpg IMG-20230723-WA0198-2.jpg IMG-20230723-WA0199-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!