સુરતમાં ડ્રગ્સ નાબૂદી જાગૃતિ માટે યોજાઈ ભવ્ય મેરેથોન

સુરતમાં ડ્રગ્સ નાબૂદી જાગૃતિ માટે યોજાઈ ભવ્ય મેરેથોન
Spread the love

સુરતમાં ડ્રગ્સ નાબૂદી જાગૃતિ માટે યોજાઈ ભવ્ય મેરેથોન

વધતા જતા ડ્રગ્સ વ્યસન ની નાબુદી જાગૃતિનાં ભાગરૂપે મોટા વરાછા ખાતે ભવ્ય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત અને સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત રવિવારે વહેલી સવારે વરસતા વરસાદમાં 4Km ની આ મેરેથોનમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, વિસ્તારની સોસાયટી પ્રમુખશ્રી, જાગૃત નાગરિકો કુલ મળીને 5000 સભ્યોએ ભાગ લીધો હતો.

સુરત શહેર ગુજરાતનાં વિકાસમાં ખુબ આગળ વધી રહ્યું છે ત્યારે ઘણા બધા યુવાનો ડ્રગ્સ નાં રવાડે ચડી ગયા છે એ પણ વાસ્તવિકતા છે. યુવા વર્ગ ઘણી બધી ક્રિએટિવિટી કરી શકે છે વ્યસનથી દૂર રહી યુવાશક્તિનો જો વ્યવસ્થિત રીતે સદઉપયોગ થાય તો રાષ્ટ્રનાં વિકાસ માટે તેઓ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે ત્યારે યુવાનો વ્યસન છોડી સારા કાર્યમાં આગળ વધે એ જેના જાગૃતિનાં ભાગરૂપે આ આયોજન કરાયું હતું રામચોક મોટા વરાછા થી પ્રારંભ થયેલી આ મેરેથોનમાં રોલર સ્કેટિંગ ઇન્ડિયાની ટિમ, બાસ્કેટ બોલ ટિમ, શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ 9 ફૂટનું ચંદ્રયાન 3, બેન્ડ, દ્રગ્સ અવેરનેસનાં બેનરો લઈને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં ઉદ્યોગપતી શ્રી વલ્લભભાઇ સવાણી, લવજીભાઇ બાદશાહ, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા, પ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા. અશ્વિનભાઈ વાગડિયા.દિનેશભાઇ નાવડીયા, સી.પી.વાનાણી, શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયા,શૈલેશભાઇ રામાણી, હીરેનભાઈ ખેની. ની સાથે સાથે અનેક ઉદ્યોગપતિઓ, શૈક્ષણિક આગેવાનો, સામાજીક અને રાજકીય આગેવાનો એ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રામચોક , મોટાવરાછા થી પ્રસ્થાન થઇ સુદામા ચોક થઇ VIP સર્કલ થી પરત સુદામા ચોક થી રામ ચોક.ખાતે સમાપન

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230723-WA0205-2.jpg IMG-20230723-WA0206-0.jpg IMG-20230723-WA0204-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!