જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડવાના હવામાન વિભાગ ના આગાહીના પગલે શહેર- ગ્રામ્ય વિસ્તારમાં તકેદારી ના ભાગ રૂપે પોલીસ બંદોબસ્ત

જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડવાના હવામાન વિભાગ ના આગાહીના પગલે શહેર- ગ્રામ્ય વિસ્તારમાં તકેદારી ના ભાગ રૂપે પોલીસ બંદોબસ્ત
Spread the love

તા.૨૨/૦૭/૨૦૨૩ ના જુનાગઢ જીલ્લામાં ભારે વરસાદ પડવાના હવામાન વિભાગના આગાહીના કારણે પોલીસ દ્વારા જુનાગઢ શહેર-ગ્રામ્ય વિસ્તારમાં તેમજ ભવનાથ વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ. જે અન્વયે ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા દામોદર કુંડ ઉપરથી માણસોની અરવ- જવર ઉપર પ્રતિબંધ રાખવામાં આવેલ તથા જુનાગઢ શહેરના નદી નાળા/હોંકળા તથા નિચાણવાળા વિસ્તારમાં જનાગઢ શહેર ડીવીઝનના પોલીસ સ્ટાફને પોર્લીસ અધિક્ષક શ્રી દ્વારા અગાઉથીજ સાવચેતીના ભાગ રૂપે એલર્ટ રાખવામાં આવેલ હતા. જુનાગઢ શહેરમાં તથા ગીરનાર પર્વતમાં ગણતરીની કલાકોમાં ૧૪ થી ૧૫ ઇંચ વરસાદ પડવાના કારણે જુનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારમાં ખુબજ પ્રમાણમાં પાણીના ભરાવો થવા લાગેલ અને પુરની સ્થિતી નિર્માણ પામેલ આ સમય દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા પાણીમાં ફસાયેલ લોકોને સલામત સ્થળે ખસેડી લોકોનો જીવ બચાવવાની કામગીરી કરવામાં આવેલ. જેમાં અંદાજે ૨૦૦ થી ૩૦૦ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવેલ

(૧) બપોરના દોઢેક વાગ્યાની કટ્રોલ રૂમ જુનાગઢ તરફથી જાણ થયેલ કે મોતીબાગ પાસે આવેલ કાળવા ઉપરના પુલ ઉપરથી પણી જઇ રહેલ છે અને આસપાસની સોસાટીમાં પુરની સ્થીતી ઉદભવેલ. તુરતજ જગ્યાએ જવા સુચના થઇ આવતા તુરતજ વર્ષી આધારે સી.ડીવીઝન પોલીસ ટીમ દ્વારા ભુતનાથ થી મોતીબાગ તરફ જતા મોતીબાગ સર્કલ ઉપર ભયાનક પુરની સ્થીતિ ઉદભવેલ હોય અને મોતીબાગ સર્કલ પાસે આવેલ એસ.ટી.બસ સ્ટેશન વર્ક શોપની કાળવા તરફની પ્રોટેક્ષન દિવાલ તુટી જતા કાળવાનું પાણી એસ.ટી.વર્ક શોપ તથા એસ.ટી. કોલોનીમાં થઇ અતીશય ગતીમાં મોતીબાગ સર્કલ તરફ આવતુ હોય અને આ જગ્યાએ પોલીસ અધિક્ષક જુનાગઢનાઓ તથા ના.પો.અધિ શ્રી જુનાગઢ વિભાગ, જુનાગઢના હિતેષ ધાંધલીયા સાહેબ હાજર હોય અને એસ.ટી. કોલોનીમાં ગળાડુબ પાણીની સ્થીતી ઉપસ્થીત થયેલ હોય અને કોલોનીની અંદરથી સ્ત્રી તથા બાળકોનો બચાવો –બચાવોનો અવાજ આવેલ અને અંદર એક સ્ત્રી તથા બે નાના બાળકો કોલોનીમાં ફસાય ગયેલ હોય જેથી પો.હેડ.કોન્સ. સંજયસિંહ પથુભા રાઠોડ તથા પો.કોન્સ. રોહીતભાઇ રામુકભાઇ ધાધલ તથા ભાવીકભાઇ સવજીભાઇ કોદાવલા રસ્સાઓ લઇ ગળાડુબ વહેતા પાણીમાં કોલોનીની અંદર જઇ અને કોલોની ની અંદર ફસાય ગયેલ બન્ને નાના બાળકોને પો.હેડ.કોન્સ સજયસિંહ પથુભા રાઠોડ તથા પો.કોન્સ રોહીતભાઇ રામકભાઇ ધાધલ દ્વારા ખભે બેસાડી વહેતા પાણીના પ્રવાહમાંથી જીવના જોખમે બચાવવામાં આવેલ હતા.તેમજ અંદર ફસાયેલ સ્ત્રીને અન્ય પોલીસ સ્ટાફ સાથે બહાર લઇ આવવામાં આવેલ હતા

(૨) મોતીબાગ સર્કલ થી આગળ આવેલ નાના એસ.ટી. બસ સ્ટેશનમાં બે પરૂષો તથા બે મહીલાઓ ફસાય ગયેલ હોય અને તેની પાછળની એસ.ટી. વર્કશોપની દિવાલ પાણીના પ્રાવાહન લીધે ગમે ત્યારે તુટવાની શક્યતા રહેલ હોય અને તેઓની જાનને જોખમ હોય અને રસ્તા ઉપર પાણીની ગતી એટલી બધી તીવ્ર હોય કે ચાલીને નીકળી શકાય તેમ ના હોય જેથી તેઓન તે જગ્યાએથી બહાર કાઢવા સારૂ ના.પો.અધિ. શ્રી હિતેષ ધાંધલયા તથા પો.સબ.ઇન્સ. આવિઆહીર તથા પો.હેડ.કોન્સ, સંજયસિંહ પથુભા રાઠોડ તથા નિલેશભાઇ રામસીભાઇ ભેટારીયા તથા પો.કોન્સ. રોહીતભાઇ રામુકભાઇ ધાધલ તથા માલદેભાઇ જેઠાભાઇ બામરોટીયા તથા મનીશભાઇ કાનજીભાઇ હુંબલ તથા ભાવીકભાઇ સવજીભાઇ કોદાવલા દ્વારા રસ્સાઓ દ્વારા માનવ ચેતન બનાવી અને વહેતા પાણીના પ્રવાહમાં ફસાયલેલ લોકો સુધી પોહચી તેઓને રસ્સા તથા માનવ ચેઇન મારફતે બહાર કાઢી સુરક્ષતી જગ્યાએ પોંહચાડી તેઓનો જીવ બચાવવામાં આવેલ હતો

(૩) મોતીબાગ સર્કલ ઉપર ઘણા બધા પુરૂષી તથા મહીલાઓ ફસાય ગયેલ હોય તેમજ સર્કલથી થોડે દુર ટ્રાફીક પોઇન્ટ ઉપર બે પુરૂષો તથા એક મોટી ઉંમરના માજી ફસાય ગયેલ હોય અને પાણીનો પ્રવાહ સતત વઘતો હોય જેથી પો.અધિ.સા.જૂનાગઢના પો.અધિ.શ્રી હિતેષ ધાંધલયા તથા પો.સબ ઇન્સ આર.વિ.આહીર તથા પો.હેડ.કોન્સ. સંજયસિંહ પથુભા રાઠોડ તથા નિલેશભાઇ રામસીભાઇ ભેટારીયા તથા પો.કોન્સ. રોહીતભાઇ રામુકભાઇ ધાધલ તથા માલદેભાઇ જેઠાભાઇ બામરોટીયા તથા મનીશભાઇ કાનજીભાઇ હુબલ તથા ભાવીકભાઇ સવજીભાઇ કોદાવલા દ્વારા રસ્સાઓ દ્વારા માનવ ચેઇન બનાવી અને વહેતા પાણીના પ્રવાહમાં ફસાયલેલ લોકો સુધી પોહચી તેઓને રસ્સા તથા માનવ ચેઇન મારફતે મોતીબાગ સર્કલ સુધી પોંહચાડી તેઓનો જીવ બચાવવામાં આવેલ હતો.

આ સારી કામગીરી કરનાર સી.ડીવીઝન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.આર.વી.આહીર તથા પો.હેડ.કોન્સ. સંજયસિંહ પથુભા રાઠોડ તથા નિલેશભાઇ રામસીભાઇ ભેટારીયા તથા પો.કોન્સ રોહીતભાઇ રામુકભાઇ ધાધલ તથા માલદેભાઇ જેઠાભાઇ બામરોટીયા તથા મનીશભાઇ કાનજીભાઇ હુંબલ તથા ભાવીકભાઇ સવજીભાઇ કોદાવલા તથા કરણસિહ દેવાભાઇ ઝણકાતો તથા મનહરભાઇ જેરામભાઇ ટાંકનાઓ

(૪) જનાગઢ ના ધારાગઢ અને ભરડાવાવ ગેટની વચ્ચે પુલના ખુણા પાસે રબારી લોકોનું મકાન આવેલ છે. તેનો પરીવાર છત ઉપર છે અને મકાનમાં પાણી આવી ગયેલ છે તેમજ મકાનની આજુ બાજુ ત્રણથી ચાર માણસો ફસાયેલા છે. આવી જુનાગઢ કન્ટ્રોલ તરફથી જાણ મળતા તુરંત જ બનાવ વાળી જગ્યાએ પહોંચી રબારી પરીવારના ર મહિલા સભ્યો, ૨ પુરૂષ સભ્યો ૧ બાળક (ઉં.વ.૩ થી ૪ વર્ષ) વાળાઓને ઘરમાં પાણી ભરાયેલ હોય તથા બાર પાણીનો પ્રવાહ જોરાભેર ચાલુ હોય તેવી ગંભીરપરીસ્થીતીમાંથી બહાર કાઢી સલામત સ્થળે રાખવામાં આવેલ હતા. આ સમગ્ર બચાવ કામગીરી દરમ્યાન હે પોલીસ અધિક્ષક શ્રી જુનાગઢ નાઓ ક્રાઇમ જુનાગઢ સાથે બચાવ કામગીરી કરવામાં આવેલ, સારી કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી એલસીબી પો.સ.ઇ. શ્રી જે.જે.ગઢવી તેમજ વા પો.સ.ઇ. શ્રી ડી.એમ.,જલુ, એ.એસ.આઇ. નિકુલ પટેલ, પો.કોન્સ જીતેષ મારૂ, હેડ કોન્સ, યશપાલસીહ

જાડેજા, ડ્રા.પો.કોન્સ. જગદશી મારૂ

(4) વંથલી પો.સ્ટે.ના વાડલા ફાટક આજુબાજુના વિસ્તારમાં રહેતા સ્થાનીક માણસો દ્વારા જાણવા મળેલ કે વાડલા ફાટક પાસે આવેલ ઝુપડપટ્ટી તથા નિચાણવાળા વિસ્તારોમાં ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ ગયેલ છે અને પાણીની સપાટી સતત વધી રહેલ છે. અને ઝુપડપટ્ટીમાં અમુક માણસો ફસાયેલ છે તેમ જાણવા મળતા કોઇ જાન હાની થાય નહીં તે સારૂ વંથલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.બી.રાણા તથા સાથેની ટીમના માણસો તાત્કાલીક વાડલા ફાટક પહોંચી ગયેલ અને ઝુપડામા રહેતો પરીવાર જેમાં એક પુરૂષ તથા બે મહિલા અને બે બાળકો સહિત પાંચ માણસો તેના ઝુપડામાં ફસાયેલા છે. અને અમે તેને બહાર કાઢવા જતા તેઓના દ્વારા જણાવેલ કે અમે દશામાના વ્રત રાખીએ છીએ અને ઝુપડામા દશામાની મુર્તિની સ્થાપના કરેલ છે જેથી મુર્તિને મુકીને અમે બીજે ક્યાય જઇશુ નહી તેમ કહેલ જેથી પો.સબ,ઇન્સ વાય.બી.રાણા સાહેબે આ પરીવારને સાંત્વના આપેલ અને સમજાવેલ કે માતાજીની મુર્તિને કોઇ નુકશાન નહી થાય અને પ્રતિષ્ઠા જળવાય તે રીતે વ્યવસ્થિત સલામત જગ્યાએ ખસેડી દેશ તેમ સમજાવી મનાવી આ ઝુંપડામાં રહેલ (૧) સતીષભાઇ વલ્લભભાઇ ખાવડીયા ઉ.વ.૪૦ તથા (૨) શાતાબેન બાઘુભાઇ ચારોલીયા ઉ.વ.૬૦ તથા (૩) જયશ્રીબેન સતીષભાઇ ચારોલીયા ઉ,૫, ૪૫ તથા (૪) નનીબેન ડો/ઓ સતીષભાઇ ચારોલીયા ઉ.વ.૧૩ તથા (૫) દિકુબેન ડો/ઓ સતીષભાઇ ચારોલીયા ઉ.વ. ૧૦ તમામ રહે વાડલા ફાટક વાળાઓએ ઝુપડામા સ્થાપના કરેલ દશામાની મુર્તીને માન મર્યાદા સાથે કોઇની ધાર્મીક લાગણી દુભાય નહી તે રીતે બહાર લાવી અને આ તમામ માણસોને વારા ફરતી પાણીમાંથી હેમખેમ બહાર કાઢી સલામત સ્થળે ખસેડી આ પરિવાર માટે રહેવા જમવાની વ્યવસ્થા યોગ્ય કરી આપેલ હતી. આમ વંથલી પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય બી રાણા સાહેબ તથા ટીમના માણસોની સતર્કતા તેમજ સમય સુચકતાથી એક પુરૂષ તથા બે મહિલા બે બાળકો મળી એકજ પરીવારના કુલ-૫ માણસોને રેસ્ક્યુ કરાયા હતા,

(5) જુનાગઢ શહેરના ભરડાવાવ ગેઇટ પાસે બચાવ કામગીરી ચાલુ હતી તે દરમ્યાન ગણેશ નગરના રહીશો દ્વારા પોલીસ અધિક્ષક શ્રી જુનાગઢ ને રૂબરૂ મળી રજુઆત કરવામાં આવેલ કે અમે ફાયર વિભાગ પાસે મદદ માટે ગયેલ હતા. પરંતુ ત્યાં મદદ માટે લોકોની લાંબી લાઇન હોય તથા ફાયર વિભાગનો સ્ટાફ પાસે બીજી બચાવ કામગીરીમાં રોકાયેલ હોય અને આવી શકે તેમ ન હોય તેથી જણાવેલ કે ગણેશ નગર વિસ્તારમાં એક પરીવારમાં એક સ્ત્રી પ્રેગાટ છે અને તે તેના પરીવાર સાથે પાણીના ધસમસતા પ્રવાહમાંતેઓના મકાનમાં ફસાયેલ છે. અને મકાનમાં પણ પાણી ભરાઇ ગયેલ છે. તેમ જણાવતા પોલીસ અધિક્ષક શ્રી જૂનાગઢએ તાત્કાલીક પો.સ.ઇ. શ્રી જે.જે.ગઢવી તથા એલસીબી ટીમને તાત્કાલીક ગણેશ નગર જવા માટે સુચના આપવામાં આવેલ. જેથી તુરંત જ ગણેશનગર ખાતે એલસીબીની ટીમ પહોંચી લોકલ માણસોની મદદ લઇ ઘસમસતા પાણીના પ્રવાહમાં ઉતરી દોરડાનો તથા નીસરણીનો ઉપયોગ કરી પરીવારના બઘા મોને જેમાં પ્રગાઢ મહિલા તથા પરીવારને બે અન્ય સ્ત્રીઓ તથા ત્રણ પુરૂષો અને 1 બાળક (ઉંમર દોઢથી ૨ વર્ષ) ને બાજુના માનની છત ઉપરથી નીચે ઉતારી બચાવની કામગીરી કરવામાં આવેલ ખા બચાવની કામગીરી કરવામાં આવેલ. સારી કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી એલસીબી પો.સ.ઇ. શ્રી જે.જે.ગઢવી તેમજ

વા.પો.સ.ઇ. શ્રી ડી.એમ.જલુ, એ.એસ.આઇ. નિકુલ પટેલ, પો.કોન્સ. જીતેષ મારૂ, હેડ કોન્સ. યશપાલસીહ

જાડેજા, રૂા પો.કોન્સ જગદી મારૂ

(૭) કૃષિ યુનિવર્સિટીના જાબુડી નાકા ઇવનગર ઉપર પુરની સ્થીતી ઉદભવીત થયેલ હોય અને તેમા ઇવનર તયથી આવતા ઘણા બધા રાહદારી સ્ત્રી – પુરૂષો નાના બાળકો તેમના વાહનો સાથે પાણીમાં ફસાય ગયેલ હોય જે જગ્યા ઉપરરી સી.ડીવીઝન પો.સ્ટે.ના વિ.કે. ઉંજીયા પો.સબ.ઇન્સ. તથા એ.એસ.આઇ. નાથાભાઇ વજશીભાઇ રામ તથા નારણભાઇ હરદાસભાઇ હડીયા તથા પો.હેડ.કોન્સ. નિલેશભાઇ રામસીભાઇ ભેટારીયા તથા વિકાશભાઇ વિનોદભાઇ ડોડીયા તથા પો.કોન્સ. દિલીપભાઇ બચુભાઇ ડાંગર તથા કરણસિંહ દેવાભાઇ ઝણકાંત તથા મનીષભાઇ કાનજીભાઇ હુંબલ તથા નરેશભાઇ રમેશભાઇ ચુડાસમા તથા ભાવેશભાઇ જીણાભાઇ ડાભી દ્વારા તેમજ જુનાગઢના સેવાભાવી વ્યકતી સંજયભાઇ લાખભાઇ બારડ તથા તેમની સાથેના ભુતીઓ દ્વારા જે.સી.બી વાહન તથા ટ્રેકટરો મારફતે ફસાયેલ તમામ માણસો તથા વાહનોને પાણીમાંથી બહાર કાઢી તેમના જીવ બચાવી સુરક્ષીત જગ્યાએ પોહંચાડવામાં આવેલ હતા.

(૮) વંથલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.બી.રાણા સાહેબ તથા પો.કોન્સ ભરતસિંહ કાથડભાઇ સિસોદીયા તથા રાજેશભાઇ ભગાભાઇ બકોત્રા તથા હરેશભાઇ પરબતભાઇ લુવા વિગેરેને જુનાગઢ કંટ્રોલ તરફથી વર્ધી મળેલ કે ઉના વેરાવળ તરફથી એક એમ્બ્યુલન્સ આવી રહેલ છે અને તેમા પ્રેગ્નેન્ટ મહીલા છે અને તેને ઇમરજન્સીમાં ઓપરેશન કરાવવુ પડે તેવી પરિસ્થિતિ ઉભી થયેલ છે સરકારી હોસ્પીટલમાં સારવાર થઇ શકે તેમ ન હોય પ્રાઇવેટ હોસ્પીટલમા એડમીટ કરવા જરૂરી છે અને તેમને મધુરમ વિસ્તારમાં આવેલ હોસ્પીટલમા જવાનુ છે તેવી વર્ધી મળેલ હોય અને રોડ ઉપર પાણી ફરી વળેલ હોય રસ્તા બંધ હોય આ એમ્બ્યુલન્સ આવતા પોલીસે વંથલી પોલિસ સ્ટેશનની બોલેરો ગાડી એમ્બ્યુલન્સની આગળના ભાગે રાખી પાણી ભરાયેલ રોડનો વિસ્તાર સલામત રીતે સતર્કતાથી પસાર કરાવી આ એમ્બ્યુલન્સને મધુરમ હોસ્પીટલ સુધી હેમખેમ પહોંચાડી આપેલ હતી.
(૯) મોતીબાગ પાસે આવેલ કાળવા તથા મોતીબાગની દિવાલ તથા એસ.ટી. વર્કશોપની દિવાલ તથા કાળવાના પુલની દિવાલ અચાનક ધરાશાયી થતા તેમનું પાણી બહાર આવી જતા રાયજીબાગ તથા મોતીબાગ સર્કલ પાસે આવેલ સોસાયટીમાં પાણી ઘુસી જતા ફસાયેલ માણસોને મહાનગર પાલીકાની ફાયર ટીમ તથા એલ.સી.બી.ટીમ સાથે રહી બચાવ કામગીરી કરેલ તેમજ મધુરમ બાયપાસ મંગલધામ ૩ના નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાય જતા મહીલાને તથા તેમના પરીવારનો આબાદ બચાવ કરી સલામત સ્થળે ખસેડવામાં આવેલ

આ સારી કામગીર ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પો.સબ.ઇન્સ. ડી.કે.ઝાલા, એ.એસ.આઇ. વી.કે.ચાવડા, પો.હેડ.કોન્સ. મહેન્દ્રભાઇ ડેર તથા આઝાદસિંહ સીસોદીયા, પો.કોન્સ. સાહીલભાઇ સમા, વરજાગભાઇ બોરીચા, દિવ્યેશભાઇ ડાભી, વનરાજભાઇ ચાવડા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારા

આમ ઉપરોકત મુજબની જુનાગઢ પોલીસની બચાવ કામગીરીથી જુનાગઢ શહેરની પાણીમાં ફસાયેલ આમજનતાને તાત્કાલીક ધોરણએ પોલીસ વિભાગ દ્વારા રાહત બચાવની કામગીરી કરી ફસાયેલ લોકોને બચાવી મદદ કરી જુનાગઢ પોલીસએ પોતાની ઉમદા ફરજ બજાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થક કરતી જુનાગઢ જિલ્લા પોલીસ

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!