પેરેન્ટ્સ ડે’ નિમિત્તે “Pedal for Change – સાયકલ રેલી (Stop Parental Alienation – પૈતૃક જુદાઈ રોકવા)નો કાર્યક્રમ

પેરેન્ટ્સ ડે’ નિમિત્તે “Pedal for Change – સાયકલ રેલી (Stop Parental Alienation – પૈતૃક જુદાઈ રોકવા)નો કાર્યક્રમ
Spread the love

ભારતીય સંસ્કૃતિ મુજબ ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાને સાર્થક કરવા – સમાજમાં સકારાત્મક જાગૃતિ લાવવા અને વાલીપણાની મહત્ત્વતા સમજાવવાના ઉદ્દેશ્યથી ‘પેરેન્ટ્સ ડે’ નિમિત્તે “Pedal for Change – સાયકલ રેલી (Stop Parental Alienation – પૈતૃક જુદાઈ રોકવા – સામાજિક જાગૃતિ લાવવા)નો કાર્યક્રમ” સત્યાગ્રહ છાવણી (સેક્ટર-6, ગાંધીનગર ) થી ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ-ગુજરાત વિધાન સભા (સેક્ટર-11)”, ગાંધીનગર સુધી આયોજન અમારી “સમાનતા ફાઉન્ડેશન” સંસ્થાનાં દ્વારા ઉજવવામાં આવ્યો.

“પેરેન્ટ્સ ડે” નિમિત્તે અમે દરેક માતા-પિતાના નિ:સ્વાર્થ ત્યાગ-બલિદાન-પ્રેમ ભાવનાને બિરદાવવામાં આવ્યો. અને સાથે સાથે આજે સેંકડો પેરેન્ટ્સ (નેચરલ ગાર્ડિઅન)ને “પેરેન્ટલ એલીનેશન (પૈતૃક જુદાઈ)”ના કારણે પોતાના બાળકોના પ્રેમથી વંચિત રખાય છે, તે આજના આધુનિક યુગની અતિ ગંભીર સમસ્યા-કડવી વાસ્તવિકતા તરફે પેરેન્ટ્સ ડે ‘સાયકલ રેલી’ યોજી જન-જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો. આથી અમે ‘પેરેન્ટલ એલીનેશન’ને રોકવા અને સમાજમાં આ બાળ ઉત્પીડનના મુદ્દે સકારાત્મક જાગૃતિ લાવવાના ઉમદા હેતુસર ‘સાયકલ રૈલી’નું આયોજન રાખેલ.

અમારા આ કાર્યક્રમમાં કાયદાના દુરુપયોગ સંદર્ભિત, પેરેન્ટલ એલીનેશન, શેર્ડ પેરેન્ટીંગ વગેરે માહિતી, NCRBના સ્યુસાઇડ ડેટા વગેરે માહિતીના ફ્લેક્ષ બેનર્સ-પ્લે કાર્ડ સાથે શાંતિપૂર્ણ રીતે, પેરેન્ટ્સ ડે ને લગતા નારાઓ લગાવીને જાગૃતિ કાર્યક્રમ યોજ્યો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અમારા વોલન્ટિયર્સ સાયકલ અને ટુ-વહીલર્સ સાથે ભાગ લીધો હતો.

(સમાનતા ફાઉન્ડેશન)

RSVP :
દક્ષેશ વાણિયા  : 98255 87704
વસંતભાઈ       : 75973 70502
ભાવિક જોશી   : 98246 97669

Admin

Admin

9909969099
Right Click Disabled!