દહેજની રોહા ડાયકેમમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી , ફાયર, તંત્ર અને પોલીસ દોડતી થઈ

દહેજની રોહા ડાયકેમમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી , ફાયર, તંત્ર અને પોલીસ દોડતી થઈ
Spread the love

આગના કારણે અફરાતફરી

દહેજની રોહા ડાયકેમમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી , ફાયર, તંત્ર અને પોલીસ દોડતી થઈ

દહેજની ઇન્ડસ્ટ્રીયલ કલર અને ફૂડ ઇન્ગ્રેડીઇન્ટ્સ બનાવતી મલ્ટીનેશનલ રોહા ડાયકેમ કંપનીમાં રવિવારે બપોરે અચાનક ધડાકા સાથે ભભૂકેલી આગે વસાહતને હચમચાવી દીધી હતી.
રોહા ડાયકેમ 35000 સ્કવેર મીટરમાં ફૂડ અને ઇન્ડસ્ટ્રીયલ કલર, પીગમેન્ટ્સ, ડાઈઝ તેમજ ફેથલોસાઈનીનનું ઉત્પાદન કરે છે. કંપનીના દહેજ પ્લાન્ટમાં બપોરે આકસ્મિક ધડાકા સાથે વિકરાળ આગ ફાટી નીકળી હતી. ઘટના સાથે જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ બહાર દોડી આવતા તેમનો બચાવ થયો હતો. ફાયરનો કોલ મળતા જ ભરૂચ અને દહેજની અન્ય કંપનીના 4 થી 6 ફાયર ફાઈટરો ઘટના સ્થળે રવાના થયા હતા.
દહેજ મરીન પોલીસ, સેફટી એન્ડ હેલ્થ વિભાગ, ફેકટરી ઇન્સ્પેકટર તેમજ જીપીસીબી પણ સ્થળ પર દોડી ગયું હતું. વિકરાળ આગના કાળા ધુમાડાએ દહેજ વસાહત અને આસપાસના વિસ્તારોમાં ગભરાટનો માહોલ સર્જ્યો હતો. હાલ તો ફાયર ફાઈટરોએ આગ બુઝાવવા પ્રયત્નો હાથ ધર્યા છે જે બાદ જ ઘટનાનું કારણ બહાર આવી શકશે.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત. 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230723-WA0182-1.jpg IMG-20230723-WA0181-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!