કુંટુંબી કાકાએ સગીરાનું અપહરણ કર્યુ

કુંટુંબી કાકાએ સગીરાનું અપહરણ કર્યુ
અંકલેશ્વરમાં સાત મહિનાથી ભાગતો હોય એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સ્કોર્ડની ટીમે ઝડપી પાડ્યો, સગીરાને તેના ચુંગાલમાંથી મુક્ત કરાવી
અંકલેશ્વરમાં કુટુંબી કાકાએ સગીર ભત્રીજીનું સાત માસ પહેલા અપહરણ કરી પોતાની સાથે ભગાડી ગયો હતો. આ મામલે સગીરાના પિતાએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ આરોપી ભરૂચની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સ્કોર્ડની ટીમે ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના એક ગામમાં 15 વર્ષીય ભત્રીજી કળયુગી કુંટુંબી કાકાને ગમી ગઈ હતી. જેથી આ પરણિત કાકાએ સગીરાને પોતાની વાતોમાં પતાવી ફોસલાવી સાત મહિના પહેલા તેના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી ગયો હતો. તે તેણીને પહેલાં રાજસ્થાન પછી ત્યાંથી યુપી લઈને ગયો હતો. ત્યાં આગળ તેમણે ત્યાં આધારકાર્ડ બનાવી સગીરાની જન્મ તારીખ બદલીને કોઈ સ્થળ પર લગ્ન કરી લીધા હતાં.
ભરૂચ જિલ્લા એસપી ડો.લીના પાટીલે જિલ્લામાં નસતા ફરતા આરોપીને શોધી કાઢવા આદેશ આપ્યા હતાં. જે અનુસંધાને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સ્કોર્ડના પીઆઈ એન.એસ.વસાવા અને તેમની ટીમના માણસોએ ટીમ બનાવી અપહરણ તથા પોક્સો એક્ટના ગુનાના નાસતા ફરતા આરોપીઓ શોધવાની કામગીરી હાથ ધરી હતી. આ સમયે તેમને માહિતી મળી હતી કે, અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં સગીરાના અપહરણના ગુનામાં સાત મહિનાથી ભાગતો આરોપી થામ ગામ હાજર છે. જેથી ટીમે તાત્કાલિક થામ વિસ્તારમાં માહિતીના આધારે આરોપી સદ્દામ હુસેન ઉર્ફે કાલુ જીણાસા જાતે મુસ્લીમ દિવાન ઉ.વ,26ને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો.ટીમે હાલમાં સગીરાનું મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ અર્થે તાલુકા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300