કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીનું ધાતુની બળદગાડી અર્પણ કરીને સન્માન કરાયું

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીનું ધાતુની બળદગાડી અર્પણ કરીને સન્માન કરાયું
Spread the love

સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ દ્વારા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિનજી ગડકરીજીનું ધાતુની બળદગાડી અર્પણ કરીને સન્માન કરાયું

હાઈવેની સાથે બળદગાડાનો રૂટ વિકસાવવાનો પણ ગિરીશભાઈ શાહનું સૂચન

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. ૨૧ વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ અથાગ મહેનત કરી રહ્યું છે. સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહ જે ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડનાં સદસ્ય છે તેઓ વર્તમાન સમયમાં તે જીવનનો મહતમ સમય જીવદયા, ગૌસેવા, માનવસેવા, શાકાહાર પ્રચાર પ્રસાર સહિતની પ્રવૃતિઓમાં વ્યસ્ત રહે છે. કચ્છ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં અનેક વિસ્તારોમાં ૩૦૦થી વધુ ગામોમાં તળાવ ઊંડા કરવા, ગૌચર નિર્માણ સહિતનાં કાર્યો માટે સમસ્ત મહાજન સેવારત છે.
સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ દ્વારા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીજીનું ધાતુની બળદગાડી અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ગિરીશભાઈ દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને અરજી કરવામાં આવી હતી કે, “ભારત દેશ સ્થળાંતર કરનારાઓનો દેશ છે, પશુપાલકોનો દેશ છે. આથી હાઇવે સાથે જો બળદગાડાનો રૂટ પણ વિકસાવવામાં આવે તો પર્યાવરણને ઘણો ફાયદો થશે. પેટ્રોલ, ડીઝલની કિંમત અને પ્રદૂષણ ઓછું થશે. રખડતા ઢોરની સમસ્યા ઘટશે, ગાયનું છાણ વધશે જેથી ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન મળશે. આ સાથે બળદગાડાના રસ્તાની બંને બાજુએ દેશી વૃક્ષો વાવવાથી હવામાં ઓક્સિજનનો પણ વધારો થશે.”

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

WhatsApp-Image-2023-08-05-at-9.24.23-AM.jpeg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!