રાધનપુર: ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર દ્રારા ફર્સ્ટ એઇડ ટ્રેઈનીંગ પ્રોગ્રામ

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર દ્રારા ફર્સ્ટ એઇડ ટ્રેઈનીંગ પ્રોગ્રામ: રાધનપુરની નવનિર્માણ વિદ્યાલય માં શુભારંભ કરાયો: તાલીમ નાં અંતે પરીક્ષા ફરજિયાત
કાર્યક્રમ અંતર્ગત 60 ની સંખ્યાનું રજીસ્ટ્રેશન થયું: પ્રોવિઝન સર્ટી મેળવવા કંડક્ટર ની ભરતી માટે બેઝ અને લાયસન્સ માટે ફર્સ્ટ એઇડ તાલીમ 8 દિવસ ફરજિયાત
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર દ્રારા ફર્સ્ટ એઇડ ટ્રેઈનીંગ પ્રોગ્રામ નો શુભારંભ કરવામાં આવ્યો, રાધનપુરની નવનિર્માણ વિદ્યાલય માં પ્રોગ્રામ નો આજરોજ શુભારંભ કરાયો હતો.જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી સહિત રેડક્રોસ નાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.રાધનપુર ખાતે આજરોજ રવિવાર નાં દિવસે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર દ્રારા ફર્સ્ટ એઇડ ટ્રેઈનીંગ પ્રોગ્રામ નો નવનિર્માણ વિદ્યાલય માં શુભારંભ કરવામાં આવ્યો હતો.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર દ્રારા ફર્સ્ટ એઇડ ટ્રેઈનીંગ પ્રોગ્રામ નો નવનિર્માણ વિદ્યાલય માં શુભારંભ કરવામાં આવ્યો જે કાર્યક્રમ અંતર્ગત આજે આશરે 60 ની સંખ્યાનું રજીસ્ટ્રેશન થયું હતું.જેમાં 30 વિદ્યાર્થિઓ ની એક બેન્ચ પ્રમાણે કુલ 2 બેન્ચ માં વિદ્યાર્થીઓએ 60 ની સંખ્યામાં લાભ લીધો હતો. જેમાં આ નિયમો ને શર્તો સાથે પ્રોવિઝનલ સર્ટી મેળવવા કંડક્ટર ની ભરતી માટે બેઝ અને લાયસન્સ માટે ફર્સ્ટ એઇડ તાલીમ નું 8 દિવસ નું તાલીમ નું ફરજીયાત છે અને તાલીમ નાં અંતે પરીક્ષા પણ ફરજીયાત હોય છે.
આ કાર્યક્રમ અંતર્ગત અઠવાડિયા સુધી 2 કલાક ફરજીયાત આવવું ફરજિયાત છે. જે તાલીમ બાદ રેડક્રોસ રાધનપુર પ્રોવિઝનલ સર્ટી આપવામાં આવે છે. અને 3 માસ પછી મેઈન સર્ટી દિલ્હી થી આવે છે તેવું ઇન્ડિયન રેડક્રોસસોસાયટી નાં ટ્રેઝરર મહેશભાઈ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આજના કાર્યક્રમ માં રેડક્રોસ ચેરમેન ડૉ. નવીનભાઈ ઠક્કર, વાઇસ ચેરમેન ડૉ. દિનેશભાઇ, ટ્રેઝરર મહેશ રાઠોડ.સહમંત્રી કાંતિભાઈ, ડૉ. પ્રવીણ ઓઝા,રોટરી પ્રેસિડેન્ટ વસંતભાઈ, ડૉ. ભગીરથસિંહ,ડૉ. કિશોરભાઈ,જયરાજસિંહ,કલ્પેશભાઈ ઠક્કર દિનેશભાઈ,ઝાકીર સોલંકી, પ્રહલાદભાઈ તન્ના, પરમાર સાહેબ,એ હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. આજના કાર્યક્રમ ની સફળ વ્યવસ્થા ને લઇને જયરાજસિંહ નાડોદા એ સમગ્ર વ્યવસ્થા સાથે સંચાલન કરી હતી જ્યારે રજીસ્ટ્રેશન માં લક્ષમણજી ઠાકોર અને મહેશ રાઠોડ઼ દ્રારા રજીસ્ટ્રેશન ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રિપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300