રાજ્ય સરકારના બજેટનો ચતુર્થ સ્થંભ

રાજ્ય સરકારના બજેટનો ચતુર્થ સ્થંભ
Spread the love

સાફલ્ય ગાથા

રાજ્ય સરકારના બજેટનો ચતુર્થ સ્થંભ: રાજ્યમાં બાગાયતી પાકો નર્સરી વિકાસ- કૃષિ ઉદ્યોગના વિકાસ માટે કટિબદ્ધ રાજ્ય સરકાર

અમરેલી જિલ્લામાં બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા ખેડૂતોની વ્હારે રાજ્ય સરકાર, વર્ષ ૨૦૨૨-૨૩માં જિલ્લાના ૪,૮૭૯ લાભાર્થીઓને રુ.૩૬૭.૨૩ લાખની સહાયનો લાભ

જિલ્લામાં આંબા, લીંબુ, ટીસ્યુ કલ્ચર કેળ, દાડમ, પપૈયા, બોર, જામફળ સહિતના ફળઝાડની બાગાયતી ખેતી કરી સફળતા મેળવી રહેલા ખેડૂતો

જિલ્લા સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ (HRT-2), ગુજરાત હોર્ટીકલ્ચર મિશન (HRT-9) અને અનુસૂચિત જાતિના લાભાર્થીઓ સહિતનાઓને વિવિધ લાભ મળ્યા

સંકલન અને આલેખન : જય મિશ્રા

અમરેલી : રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમ અને ખેડૂતો તેમજ બાગાયતી પાકો નર્સરી અને કૃષિ ઉદ્યોગોના વિકાસ માટે બજેટના ચતુર્થ સ્થંભ દ્વારા વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. જેના અંતર્ગત વિવિધ યોજનાકીય સહાયતાઓ દ્વારા બાગાયતી ખેડૂતોના વિકાસ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમરેલી જિલ્લો એ કૃષિ અને બાગાયતી પાકોના ઉત્પાદનમાં આગળ વધે અને ખેડૂતોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ દ્વારા ઉત્પાદન અને વેચાણમાં સહાયતા મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. અમરેલી જિલ્લામાં બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ થકી વર્ષ ૨૦૨૨-૨૩માં ૪,૮૭૯ લાભાર્થીઓને રુ.૩૬૭.૨૩ લાખની સહાય ચૂકવવામાં આવી છે. રાજ્ય સરકારના બાગાયત ખાતાની આ વિવિધ યોજનાકીય સહાય દ્વારા બાગાયતી ખેતીનો વ્યાપ વધારવા ખેડૂતોને પ્રોત્સાહન મળ્યું છે.
ખેડૂતો અમરેલી જિલ્લામાં આંબા, લીંબુ, ટીસ્યુ કલ્ચર કેળ, દાડમ, પપૈયા, બોર, જામફળ સહિતના ફળઝાડની બાગાયતી ખેતી કરી સફળતા મેળવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩માં દરમિયાન રાજ્ય સરકારની યોજનાઓ પૈકી સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ (HRT-2) ૨,૧૯૫ લાભાર્થીઓને રુ.૧૪૦.૫૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે. ગુજરાત હોર્ટીકલ્ચર મિશન (HRT-9) હેઠળ ૨,૨૮૧ લાભાર્થીઓને રુ.૧૯૦.૬૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે, જ્યારે અનુસૂચિત જાતિના ૪૦૩ લાભાર્થીઓને રુ.૩૬.૨૩ લાખની સહાય ચૂકવવામાં આવી છે. આમ, વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન જિલ્લાના ૪,૮૭૯ લાભાર્થીઓને રુ. ૩૬૭.૩૨ લાખની બાગાયતી સહાય ચૂકવવામાં આવી છે.
અમરેલી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવે છે, તેમજ ખેડૂતોને FPO/FPC બનાવી પોતાનો ઉત્પાદીત માલ સીધો જ ગ્રાહક સુધી પહોંચાડી પોતાના બાગાયતી ઉત્પાદનના ઉત્કૃષ્ટ ભાવ મેળવવા માટે પ્રોત્સાહીત કરવામાં આવ્યા છે. જિલ્લામાં વેલાવાળા-શાકભાજી પાકોમા ઉત્પાદન એકંદરં ઓછું હતુ પરંતુ છેલ્લા કેટલાક વર્ષોર્થી બાગાયત ખાતા દ્વારા રાજ્ય સરકારની સહાયથી જિલ્લાના ખેડૂતો કારેલા ટમેટા, દુધી વગેરે જેવા પાકોની ‘મંડપ પધ્ધતિથી’ ખેતી કરતા થયા છે, જેના પરિણામે ખેડૂતોને ઉત્પાદનમાં ઘણો જ વધારો થયેલ છે તેમજ ગુણવતા યુક્ત ઉત્પાદનના લીધે બજારભાવ પણ વધારે મળી રહે છે.
અમરેલી જિલ્લામાં નવીન અભિગમ તરીકે બાગાયત ખાતા દ્વારા રાજ્ય સરકારની સહાયથી ખેડૂતોને પ્રોત્સાહિત કરી નવિન પાક તરીકે ‘ટીસ્યુકલ્ચર ખારેક’નું વાવેતર કરાવવામાં આવ્યું છે અને ખારેકના પાકને નવા પાક તરીકે પ્રસ્થાપિત કર્યો છે. જિલ્લામાં નવો ચીલો ચાતરતા ‘મધમાખી પાલન’ની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી જિલ્લાના ખેડૂતો મધમાખી પાલન તરફ વળે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. જિલ્લામાં નવિન પાક તરીકે ડ્રેગન ફ્રુટ તેમજ અંજીરના વાવેતરનો નવીન અભિગમ પ્રગતિશીલ ખેડૂતો દ્વારા અપનાવવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં ગ્રીન હાઉસ તેમજ નેટ હાઉસ થકી ખીરા કાકડીનો પાક લેવામાં આવે છે, જેના થકી ખેડૂતોને સારા એવા બજારભાવ મળી રહે છે.

જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજની સ્થાપના કરી ડુંગળી તથા લસણ તેમજ અન્ય મરી-મસાલા પાકના પ્રોસેસીંગ થકી વિદેશમાં નિકાસ કરવાની ઉજળી તકો પ્રાપ્ત થઈ રહી છે. વર્ષ ૨૦૨૩-૨૪માં જુલાઇ, ૨૦૨૩ અંતિત અહેવાલ મુજબ વિવિધ બાગાયતી યોજનાઓમાં રુ. ૨૫.૩૧ લાખની સહાય જિલ્લાના ૪૦૩ લાભાર્થીઓને ચૂકવવામાં આવી છે.
જય

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

-ન્યુઝ-અમરેલી-✒️✒️📰🗞️🎥-20230825_160444.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!