મોદીનો દાવો- મમતાના 40 ધારાસભ્યો મારા સંપર્કમાં, પરિણામ આવતા જ દીદીને છોડીને ભાગી જશે

વડાપ્રધાન મોદીએ સોમવારે પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ચૂંટણી સભા સંબોધી હતી. પશ્ચિમ બંગાળના સેરમપુરમાં મોદીએ કહ્યું તે, દીદીના 40 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને પરિણામ આવતા જ તેમને છોડી દેશે. ઝારખંડના કોડરમામાં મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ ઈચ્છે છે કે, સત્તા તેમને મળી જાય જેથી તેઓ રમકડાની જેમ તમારી સાથે રમતી રહે. કોંગ્રેસને તમારા બાળકોની ચિંતા નથી.
મોદીએ પશ્ચિમ બંગાળમાં કહ્યું- દીદી, 23 મેએ જ્યારે પરિણામ આવશે ત્યારે દરેક જગ્યાએ કમળ ખીલશે અને તમારા ધારાસભ્યો તમને છોડી દેશે. દીદી તમારા 40 ધારાસભ્યો આજે પણ મારા સંપર્કમાં છે.
વડાપ્રધાન મોદીએ સોમવારે ઝારખંડના કોડરમામાં જનસભા સંબોધી. તેઓએ કહ્યું કે કોંગ્રેસ ઈચ્છે છે કે સરકારની દોરી તેમને મળી જાય અને તેઓ તમારી સાથે રમકડાંની જેમ રમતા રહે. તેમને તમારા બાળકોની કોઈ જ ચિંતા નથી. આ દરમિયાન તેઓએ લોકોને અપીલ કરતાં વિપક્ષની વાતમાં ન આવવાનું કહ્યું. તેઓએ કહ્યું કે હવે વિપક્ષ કહે છે કે મોદી જીતી રહ્યો છે તેને મત આપવાની જરૂર નથી. પરંતુ હું તમને કહેવા માગુ છું કે તેમની વાતોમાં ન આવતા. જો મોદી જીતી રહ્યો છે તો ભરપૂર મતદાન કરજો અને વધુમાં વધુ મતથી જીતાડજો.
લૂંટ-ભ્રષ્ટાચાર વગરની સરકાર પણ ચાલે છે- મોદીઃ
- PMએ કહ્યું કે ઈમાનદારી અને નીયત સાફ હોય તો લૂંટ-ભ્રષ્ટાચાર વગરની સરકાર પણ ચાલે છે અને દેશ વિકાસ કરી શકે છે. આજે આ કારણે જ આખો દેશ પૂરાં વિશ્વાસની સાથે તમારા આ સેવક, તમારા આ ચોકીદારની સાથે ઊભો છે.
- વિપક્ષના લોકો પોતાના ભવિષ્યને બચાવવાની મથામણ કરે છે. ઝારખંડનાં થયેલી લૂંટ-ઝપટને લઈને મુખ્યમંત્રીઓને પણ જેલ જવું પડ્યું છે.
- અમે રેલવેના ઇસ્ટર્ન કોરિડોર પર કામ કરી રહ્યાં છીએ. રસ્તાની સ્થિતિ પહેલાંથી સારી થઈ છે. આ બધું જ પહેલાં જ થઈ ગયું હોત પરંતુ કોંગ્રેસ સરકારે તમારું હિત જ નથી જોયું. તેઓ પછાત વર્ગને મળતા લાભના નિર્ણયો ટાળતા રહ્યાં હતા.
- પછાત વર્ગ પંચને બંધારણીય દરજ્જો અપાવવામાં તેઓએ અનેક રોડાઓ અટકાવ્યાં છે. જ્યાં તેઓને લાભ નથી દેખાતો તે બાજુ આ લોકો જોતા પણ નથી.
- અમે નાના ખેડૂતોના ખાતામાં સીધા જ પૈસા જમા કરાવી રહ્યાં છીએ. અમે નક્કી કર્યુ છે કે હવે અમારી સરકાર બનશે તો પીએમ કિસાન યોજનાનો લાભ દરેક ખેડૂતોને મળશે.
- કોંગ્રેસ અને મહામિલાવટીઓના રાજમાં ખેડૂતોને પોતાનું ઘર-ગામ છોડવું પડ્યું હતું. જે ગામોમાં ક્યારેક લાલ આતંક હતો ત્યાં હવે લોકો પરત આવવા લાગ્યાં છે.
- સુરક્ષાદળના આપણાં જવાનોને નમન કરુ છું. પરંતુ કોંગ્રેસ આ વીર પુત્ર-પુત્રીઓને લઈને કહે છે કે યુવાનો બે ટંકનું ભોજન મેળવવા સેનામાં આવે છે.
- તેમની પાસે ખાવા માટે રોટલી નથી હોતી. તેઓ દુશ્મનને મારવા અને પોતાની સુરક્ષા માટે સરહદ પર જાય છે. કોંગ્રેસના લોકો સેના પ્રમુખને ગલીના ગુંડા કહે છે.
કોડરમા સીટ પર ત્રિકોણીય મુકાબલોઃ કોડરમા લોકસભા સીટ પર 6 મેનાં રોજ મતદાન છે. અહીં ભાજપે સાંસદ રવીન્દ્ર રાયની ટિકિટ કાપીને હાલમાં જ RJD છોડીને પાર્ટીમાં સામેલ થયેલાં અન્નપૂર્ણા દેવીને આપી છે. તો મહાગઠબંધન તરફથી પૂર્વ મુખ્યમંત્રી અને સહ ઝારખંડ વિકાસ મોર્ચાના કેન્દ્રીય અધ્યક્ષ બાબુલાલ મરાંડી જ્યારે ભાકપા માલેથી રાજકુમાર યાદવ ચૂંટણી મેદાનમાં છે.
Source: Divya Bhaskar