દરિયા પાર કેનેડામાં સનાતન સંસ્કૃતિનું જતન કરતાં ભૂદેવો…..

શ્રાવણી પૂર્ણિમા ના દિવસે બ્રહ્મ સમાજ અલ્બટ્રા ના ઉપક્રમે એડમંટન શહેરમાં ૫૦ થી વધુ બ્રાહ્મણો એ શાસ્ત્રોક વિધિથી નૂતન યજ્ઞોપવિત ધારણ કરી.. ત્યાં વસતાં ૨૫૦ થી વધુ ભૂદેવોના બ્રહ્મભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજ ઓફ અલ્બટ્રા ના પ્રમુખ નિલેશ વ્યાસ અને હોદ્દેદારો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં સનાતન સંસ્કૃતિ વારસામાં જળવાઈ રહે એ માટે વિવિધ યજ્ઞ અને વિધિ વિધાનોમાં વધુ સંખ્યામાં યુવાનો બાળકોને પણ જોડવાનું આયોજન વિચારેલ છે.