પતિ,પત્ની ઔર વોનો કિસ્સો : યુવાનની હાજરીમાં પત્ની અને પ્રેમિકા પોલીસ સ્ટેશનમાં જ બાખડ્યા

પતિ,પત્ની ઔર વોનો કિસ્સો : યુવાનની હાજરીમાં પત્ની અને પ્રેમિકા પોલીસ સ્ટેશનમાં જ બાખડ્યા
Spread the love

મહેસાણાઃ લગ્નેતર સંબંધોની જાણ થતાં પતિથી તરછોડાયેલી યુવતીને સોમવારે મહેસાણા બોલાવી સાથે રાખવાની વાત કરનારો પ્રેમી ફરી જતાં મામલો એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં જ યુવકની હાજરીમાં તેની પત્ની અને પ્રેમિકા વચ્ચે શાબ્દિક યુદ્ધમાં પોલીસે દરમિયાનગીરી કરી હતી. જેમાં પ્રેમીને ધોકા મારો તો જ માનું તેમ કહીને જીદે ચઢેલી યુવતીની અરજીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.

એક વર્ષ પૂર્વે રિક્ષામાં ગેસનો બાટલો લઇ જવા મૂકવા દરમિયાન થયેલી મિત્રતા પ્રેમમાં પરિણમતાં ઠાકોર યુવાન મોટેભાગે આ પરિણીત પ્રેમિકાના ઘરે જ રહેવા લાગ્યો હતો. અવારનવાર આપઘાતની ધમકી આપતા ઠાકોર યુવાનના ભય વચ્ચે પત્નીના આડાસંબંધો દેખ્યા અણદેખ્યા કરનાર પતિએ આખરે તેને તરછોડી દીધી હતી. હાલમાં 6 વર્ષના પુત્ર સાથે હિંમતનગર ખાતે માતાના ઘરે રહેતી યુવતીને ફોન કરીને બોલાવ્યા બાદ યુવાને સાથે રાખવાનો ઇન્કાર કરતાં મામલો શહેર એ ડિવિજન પોલીસ મથકમાં પહોંચ્યો હતો. જ્યાં એએસઆઇ ઘનશ્યામભાઇએ બંને પક્ષોને બોલાવતાં યુવકની પત્ની અને પ્રેમિકા એક સમયે સામસામે આવી ગયા હતા.

યુવતીએ કહ્યું કે, એક વર્ષ સુધી તારા વરને સારી રીતે જમાડ્યો, સાથે રાખ્યો અને હવે મને બોલાવીને ફરી ગયો. મારે તારા વર જેવા ભિખારી સાથે લગ્ન નોહતા કરવા, પરંતુ મને દગો દીધો હવે નહીં છોડું. જ્યારે યુવકની પત્નીએ મારો વર મારા કહ્યામાં હતો, પરંતુ પ્રસૂતિમાં પિયર ગઇ માટે તે તારા તરફ આવ્યો. મારી જીંદગી તે બરબાદ કરી છે તને ભગવાન નહીં છોડે. બંનેના શાબ્દીક રોષ વચ્ચે એએસઆઇ ઘનશ્યામભાઇએ યુવતીની અરજીના આધારે ઠાકોર યુવાનના જામીન કરાવી યુવતીને તેની માતાને સોંપવાનો વચલો રસ્તો અપનાવી સમાધાનનો પ્રયાસ કર્યો હતો.

Source: Gujarat Samachar

Avatar

Admin

Right Click Disabled!