અમદાવાદ-વડોદરા વચ્ચે દોડતી તમામ મેમુ ટ્રેન 45 દિવસ સુધી રદ

આણંદ: અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 8 નિમાર્ણ કાર્ય કારણે બંધ કરતા અનેક ટ્રેનનાં ટાઇમિંગ ખોરવાયો છે. જેના કારણે આજથી13મી જુન સુધી સળંગ 45 દિવસ માટે અમદાવાદ-આણંદ-વડોદરા-ગાંધીનગર મેમુ ટ્રેનોને અસ્થાયી રૂપે રદ્દ કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ-આણંદ મેમુ તા. 30 એપ્રિલથી અમદાવાદ-વટવા- અમદાવાદ સુધી જ ચલાવાશે.
જેને લઇને મુસાફરોને થોડાક સમય સુધી હાલાકી ભોગવવી પડી શકે છે.આમ તમામ મેમુ ટ્રેન રદ કરતાં દૈનિક 5 હજાર મુસાફરોને સીધી અસર થશે.તેઓને એકસપ્રેસ ટ્રેન કે ખાનગી વાહનો આસરો લેવો પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે,અમદાવાદ પશ્વિમ રેલવે વિભાગ પ્લેટફોર્મ નં.8 પર વોટર હાઇડ્રન્ટ અને ડ્રેનેજ સંબંધિત નિર્માણ કામના કારણે પશ્ચિમ ઝોન રેલેવ વિભાગ દ્વારા કેટલીક મેમુ પેસેન્જર ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે.આમ ઉનાળા સમયમાં આ ટ્રેનો બંધ કરાતા મુસાફરોને હાલાકી રહેશે.
કઇ ટ્રેન ક્યાંરથી રદ થશે
1.આણંદ-ગાંધીનગર મેમુ 30 એપ્રિલથી કેન્સલ રહેશે.(અપ)
2.વડોદરા-અમદાવાદ મેમુ 30 એપ્રિલથી કેન્સલ રેહેશે.(અપ)
3.આણંદ-અમદાવાદ મેમુ 30 એપ્રિલથી કેન્સલ રહેશે (અપ)
4.ગાંધીનગર-આણંદ મેમુ 01 મેથી કેન્સલ રહેશે.(ડાઉન)
5.અમદાવાદ-આણંદ મેમુ 01 મેથી કેન્સલ રહેશે.(ડાઉન)
6.અમદાવાદ-વડોદરા મેમુ 01 મેથી કેન્સલ રહેશે (ડાઉન)
Source: Divya Bhaskar