અરવલ્લી:ધારાસભ્યનું ઘર પણ સુરક્ષિત રહ્યું નથી!

ભિલોડા ધારાસભ્ય ના ઘરે ચોરી થવી ગણું બધું છતું કરે છે
અરવલ્લી જિલ્લા વડા સહિત નો કાફલો ઘટના સ્થળે
ભિલોડાના ધારાસભ્ય પી.સી બરંડાના નિવસ્થાને તસ્કરોનો તરખાટ, મેઘરજના વાંકાટીંબા ગામની ઘટના, મધ્ય રાત્રીએ આવેલા બે તસ્કરો એ ધારાસભ્ય ની પત્નીને બંધક બનાવી ચોરીને આપ્યો અંજામ, ધારાસભ્ય ગાંધીનગર વિધાનસભા ખાતે હાજર હોય એકલતાનો લાભ લઇ આપ્યો ચોરીને અંજામ
અરવલ્લી જિલ્લામાં ચોરી, દારુ, બળાત્કાર જેવા ગંભીર ગુનાહો નું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહી છે કાયદો ને વ્યવસ્થા માં ક્યાં ક ચુક થતી હોય તેવું આ ઘટના થી છતું થઈ રહ્યું છે
આવી ઘટનાઓ ડામવા તંત્ર એ તાકીદે જાગવાની જરૂર છે જેથી કરીને આવા લોકો ના બદ ઈરાદાઓ પાર ન પડે અને પ્રજા ને તંત્ર ઉપર એક વિશ્વાસ કાયમ થાય
ધારાસભ્ય ના પત્ની ને બંધક બનાવી ચોરી કરવી એ દર્શાવે છે કે એમને કોઈ નો ડર નથી !
રીપોર્ટ,મનોજ રાવલ ધનસુરા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300