ભુજ-મુંબઈ વચ્ચે વિમાની સેવા શરૂ કરવા ઈન્ડિગો તૈયાર

ભુજ-મુંબઈ વચ્ચે હવાઈ પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને લઈને ઈન્ડિગો એરલાઈન્સે પોતાની સેવા શરૂ કરવા માટે તૈયારી આરંભી દીધી છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા તરફથી ઈન્ડિગોને પરવાનગી મળી ગઈ છે. પરંતુ એટીસી તરફથી હજુ લીલીઝંડી મળી નથી. જેથી પરવાનગી મળ્યાં બાદ ભુજ-મુંબઈ વચ્ચે ઈન્ડિગો એરલાઈન સેવા શરૂ કરી દેશે.