બ્રહ્માકુમારીઝ આબુ ખાતે આયોજિત ત્રિવસિય રાજનીતિજ્ઞ સંમેલન સંપન્ન

- નર્તન ડાન્સ એકેડેમી ગાંધીનગર દ્વારા પ્રસ્તુત કલચરલ કાર્યક્રમે સંમેલનને આપી અવિસ્મરણીય યાદ.
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના મુખ્યાલય આબુ ખાતે શાંતિવન, આનંદ સરોવરમાં ‘રાજનીતિજ્ઞો માટે ‘પ્રેરણાદાયક નેતૃત્વ માટે પરમાતમ શક્તિઓ અને વરદાનોની પ્રાપ્તિ’ વિષય પર આયોજિત ત્રિદિવસીય સંમેલન અનેક યાદગારો સાથે સંપન્ન થયેલ.
રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશના રાજનીતિજ્ઞ સેવા પ્રભાગના અધ્યક્ષ રાજયોગી બ્રીજમોહન ભાઈ, રાષ્ટ્રીય સંયોજક રાજયોગીની લક્ષ્મી દીદી તથા મુખ્યાલય સંયોજક રાજયોગીની ઉષા દીદીના ઉત્કૃષ્ટ પ્રયાસોથી સંમેલનના રાજયોગ મેડીટેશન સત્રમાં ‘શાશ્વત આત્માના રૂપમા સ્વયં ની સાચી ઓળખ’ અને ‘પરમાત્મા સાથે સ્નેહપૂર્ણ સંબંધ સ્થાપિત કરવા’ જેવા ગુડ રહસ્યો સૌ ડેલીગેટ્સને સહજતાથી સ્પષ્ટ થયેલ.
જ્યારે ઉદઘાટન અને ખુલા સત્રમાં ‘પ્રેરક નેતૃત્વ માટે પરમાત્મ શક્તિઓ અને વરદાનોની પ્રાપ્તિ’, ‘પરમાત્મા-આધ્યાત્મિક શક્તિઓ અને ગુણોનો એક માત્ર સ્ત્રોત’ તથા ‘સ્વર્ણિમ યુગના ડબલ સિરતાજ દૈવી શાસકોની રાજ્ય કળા’ વિષયની સરસ છણાવટ થયેલ. એવી જ રીતે સમાંતર સત્રની ‘માનવ જીવનનું મૂલ્ય’, ‘સન્માન અને પ્રશંસાના ઉત્કૃષ્ટ ગુણો’, ‘સકારાત્મક જીવન જીવવાની કળા’ અને ‘શાંતિની શક્તિનો ઉપયોગ’ તથા સમાપન સત્રનો ‘બહુલ સમાજમાં સદભાવ માટે આધ્યાત્મિક ભાતૃભાવ’ ટોપિક હૃદય સ્પર્શી રહ્યો.
સંમેલનના ઉદઘાટનમાં નર્તન ડાન્સ એકેડેમી ગાંધીનગર દ્વારા કલા ગુરુ હાર્દિકા શુક્લ ભટ્ટના સુપર નિર્દેશન તળે આયુશી શર્મા, ખુશાલી ઉપાધ્યાય, ધિમહી દવે, પૂનમ ભગોરા, નેહલબેન ભટ્ટ, ક્રિષ્નાબેન ત્રિવેદી, દુર્વા વ્યાસ, નમસ્વી શાહ અને પાસક ગાંધીની પ્રસ્તુતિ એ ઉપસ્થિત સૌના દિલ જીતી લઇ એક અમીટ યાદ છોડેલ.