ઓલપાડ તાલુકા પંચાયતનાં નવનિયુક્ત હોદ્દેદારોનું પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા સન્માન

ઓલપાડ તાલુકા પંચાયતનાં નવનિયુક્ત હોદ્દેદારોનું પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા સન્માન
Spread the love

આગામી અઢી વર્ષની નવી ટર્મ માટે તાલુકા પંચાયતનાં પ્રમુખ તરીકેનો નવીન કાર્યભાર સંભાળનાર શ્રીમતી નીતાબેન પટેલ (કીમ), ઉપપ્રમુખ કિરણભાઇ પટેલ (માસમા), કારોબારી અધ્યક્ષ જયેશભાઇ પટેલ (મોર), શાસક પક્ષ નેતા જિજ્ઞેશભાઇ પટેલ (ભટગામ) તથા દંડક કિશોરભાઈ રાઠોડને આજરોજ તાલુકા પંચાયત કચેરી, ઓલપાડ ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, નાણાંમંત્રી મહેન્દ્રસિંહ ગોહિલ, સલાહકાર સમિતિનાં કન્વીનર મહેશભાઇ પટેલ સહિત સંઘનાં અન્ય હોદ્દેદારો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સહર્ષ સત્કારવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે ઉપસ્થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે નવનિયુક્ત સૌ પદાધિકારીઓને શાબ્દિક શુભેચ્છા પાઠવી હતી. તેમણે તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોનાં સર્વાંગી વિકાસ અર્થે એકમેકનાં સંકલન થકી અપેક્ષિત સફળતા મેળવવાની આશા વ્યક્ત કરી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

IMG-20230916-WA0126-1.jpg IMG-20230916-WA0127-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!