ધનસુરા : ધામણીયા ગામમાં પુલના કામથી ગામજનોમાં નારાજગી

- ધનસુરાના ધામણીયા ગામનું કામ અને તેજ પ્રજાનું અધિકારીઓ સાંભરે નહીં આ તો કેવી દાદાગીરી ?
- તમારા ખાડા પુરવામાં બાળકોના ભવિષ્ય રગદોળી રહ્યા છો!
- ભ્રષ્ટાચારની સ્પર્ધા કરતા હોય ને ગુણવત્તા વિનાના વિકાસની આદત પડી હોય તેવું લાગે છે..!!
- પુલ ઉપર બનાવવાનુ ગરનાળુ અગાઉ કરતાં નાનુ બનાવતા પાણીનો ભરાવો થઈ ધોવાણ થયુ છે…
ધનસુરા તાલુકા ના ધામણીયા ગામે રાત્રિ દરમ્યાન પડેલા વરસાદના કારણે ધામણીયા ગામથી પ્રાથમિક શાળા તરફ જતા રોડના કામમાં ગરનાળુ નાનું બનાવતા પાણીનો ભરાવો આજુબાજુના ખેતરો તેમજ રસ્તાનુ ધોવાણ થયેલ છે. ગામના બાળકો સ્કુલમા જઇ શકે તેમ નથી. આ રોડ તેમજ ગરનાળાના કામની કવોલિટી બાબતે અગાઉ પણ ગામલોકો એ વિરોધ કરી સરકારના ઓનલાઇન સ્વાગત કાર્યક્રમમા ફરીયાદ કરેલ છે. હવે જોવું રહ્યું કે તંત્ર ગાઢ નિદ્રામાંથી કયારે જાગે છે. આ રોડના કામમાં ગામલોકો સતત વિરોધ કરી કામમાં થતી ગેરરીતિ અટકાવવા સતરક રહયા છે. માર્ગ અને મકાન વિભાગ મોડાસાના અધિકારીઓ મનમાની કરી ગામલોકોની અવગણના કરી રહ્યા છે. આ બાબતે ગામ લોકો આવનારા સ્વાગત કાર્યક્રમમાં ધનસુરા ચાર રસ્તાથી મામલદદાર કચેરી સુધી રેલી કાઢીને વિરોધ કરવાના છે તેવું જાણવા મળી રહ્યું છે.
રીપોર્ટ : મનોજ રાવલ