ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા ર્દ્વારા જન ઔષધ કેન્દ્રની શરૂઆત

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા, ગુજરાત સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનાં સહયોગથી આપણાં દેશનાં લોકલાડીલા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબશ્રીના ૭૩ વર્ષ પૂર્ણ થવાનાં અવસર પર, તેમનાં જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સમગ્ર રાજ્યમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા વિવિધ સ્થળોએ ૭૩ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી કેન્દ્રો” શરુ કરેલ છે.
જેમાં સુરેન્દ્રનગરના ગાંધી હોસ્પિટલ ખાતે ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા , સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકા પ્રમુખ શ્રી જીજ્ઞાબેન પંડ્યા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી હાર્દિકભાઈ ટમાલીયા ,જિલ્લા મહામંત્રી શ્રી ધીરુભાઈ સિંધવ, જિલ્લા યુવા ભાજપ પ્રમુખશ્રી સિધ્ધરાજસિંહ,કોષધ્યક્ષશ્રી રાકેશભાઈ ખાંદલા, કોર્પોરેટર વૉર્ડ.ન ૨ ના નીરવભાઈ દવે , રેડક્રોસના ચેરમેન શ્રી કલ્પેશભાઈ સંઘવી, સેક્રેટરી શ્રી રતિભાઈ ભાડાણીયા, પૂર્ણાંકભાઈ શાહ,નીરવભાઈ શાહ્, સંજયભાઈ સંઘવી, અશોકભાઈ દવે તથા ગાંધી હોસ્પિટલના Dr પ્રજાપતિ, નર્સિંગ સ્ટાફ અને રેડ ક્રોસ – સુરેન્દ્રનગર શાખાના સભ્યોની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવ્યું.