રાજકોટ : મહાત્મા ગાંધીજી તથા લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિતે પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ.

રાજકોટ શહેરમાં મહાત્મા ગાંધીજી તથા લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિતે પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ.
રાજકોટ : ભારતને આઝાદી અપાવવામાં પૂજ્ય મહાત્મા ગાંધીજી તથા પૂજ્ય લાલ બહાદુર શાસ્ત્રીનો મહત્વની ભુમિકા યાદ કરવામાં આવેલ. ભારતને આઝાદી અપાવવામાં જેમની મુખ્ય ભુમિકા રહેલ છે તેવા આપણાં રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૪-મી અને લાલ બહાદુર શાસ્ત્રીની ૧૧૯-મી જન્મજયંતિ નિમિતે આજ રોજ ૨-જી ઓક્ટોબરે તેઓની અમરનાથ મહાદેવ મંદિર પાસે તથા જ્યુબિલી ગાર્ડન ખાતે આવેલ પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી, સાંસદસભ્યઓ, ધારાસભ્યઓ, રાજકોટ મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ, કોર્પોરેટરઓ, અધિકારીઓ તથા શહેર ભાજપનાં હોદેદારઓ દ્વારા મસ્તક નમન કરવામાં આવેલ. ભારતને આઝાદી અપાવવામાં પૂજ્ય મહાત્મા ગાંધીજી તથા પૂજ્ય લાલ બહાદુર શાસ્ત્રીનો મહત્વની ભુમિકાને યાદ કરવામાં આવેલ. ૨-જી ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મહિલા અને બાળવિકાસ તથા સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગનાં મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, રાજકોટ મહાનગરપાલિકાનાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઇ મોલિયા, ડૉ. માધવભાઇ દવે, શાસકપક્ષ નેતા લીલુંબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઇ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પૂર્વ મેયર ડૉ. પ્રદીપ ડવ, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરઓ, શહેર ભાજપના વિવિધ મોરચા અને સંગઠનનાં હોદેદારો, તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો વગેરે ઉપસ્થિત રહેલ.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300