એક ઈમાનદાર પ્રમાણિક સાચા દેશભક્ત લાલબહાદુર શાસ્ત્રી

લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ ૨જી ઓક્ટોબર ૧૯૦૪ ના રોજ ઉત્તરપ્રદેશના કાયસ્થ પરિવારમા થયો હતો તેમના પિતાજીનું નામ મુનશી શારદાપ્રસાદ શ્રીવાસ્તવ હતું તેઓ પ્રાથમિક શાળામાં શિક્ષક હતા તેમની માતાનું નામ રામદુલારી હતું શાસ્ત્રીજી મહાન સ્વતંત્રસેનાની હતા શાસ્ત્રીજી મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુને પગલે ચાલ્યા હતા.લાલ બહાદુર શાસ્ત્રીજીએ ૧૯૬૫ ના યુદ્ધ દરમિયાન દેશને નિયઁત્રણમા રાખ્યો હતો અને સેનાને યોગ્ય દિશા આપી હતી.
લાલ બહાદુર શાસ્ત્રી સંસ્કૃત ભાષામાં સ્નાતક થયા હતા તેમણે કાશીવિદ્યાપીઠમાંથી શાસ્ત્રીની પદવી મેળવી હતી લાલબહાદુર શાસ્ત્રીના લગ્ન ૧૯૨૮મા લલિતા શાસ્ત્રી સાથે થયા હતા.
શાસ્ત્રીજીએ આખા દેશમાં આઝાદીની જ્યોતને પ્રજવલિત કરી હતી ૮ ઓગસ્ટ ૧૯૪૨ ના રોજ ગાંધીબાપુના ભારત છોડો આંદોલનમા શાસ્ત્રીજી ૧૧દિવસ અંડરગ્રાઉન્ડ રહ્યા હતા ત્યાર બાદ ૧૯ ઓગસ્ટ ૧૯૪૨ ના રોજ શાસ્ત્રીજીની ધરપકડ કરવામાં આવી હતી
શાસ્ત્રીજીએ પોલીસ વિભાગમા લાકડીઓના બદલે વોટરકેનનથી ભીડને કાબુમાં લેવાનો નિયમ બનાવ્યો.શાસ્ત્રી જીએ ૧૯૫૨-૧૯૫૭ અને ૧૯૬૨ની ચૂંટણીઓમા કોંગ્રેસ માટે જબરજસ્ત પ્રચાર કર્યો અને કોંગ્રેસને જંગી બહુમતીથી વિજય અપાવ્યો.
શાસ્ત્રીજી જયારે રેલવે મંત્રી હતા ત્યારે એમની માને પણ કહ્યું હતું કે હું રેલવે મંત્રી છું માને એમ કહ્યું હતું કે હું રેલવેમા નોકરી કરું છું
એક વાર શાસ્ત્રીજી કોઈ કાર્યક્મમા રેલવે ભવન આવ્યા હતા ત્યારે એમની મા પણ પૂછતાં પૂછતાં ત્યાં આવી ગયા અને કોઈને કહ્યું કે મારો દીકરો અહીં રેલવેમા નોકરી કરે છે
કોઈએ પૂછ્યું કે તમારા દીકરાનું નામ શું છે?
માએ જવાબ આપ્યો લાલ બહાદુર શાસ્ત્રી
આ શાંભળી બધા નવાઈ પામી ગયા.લોકો તેમને શાસ્ત્રીજી પાસે લઈ ગયા અને કહ્યું આ તમારા દીકરા છે?
માજી કહે હા આજ મારો દીકરો છે.
શાસ્ત્રીજીએ પોતાની માને બોલાવી પોતાની બાજુમાં બેસાડ્યા.થોડી વાર પછી તેમને ઘરે જવા મોકલી દીધા.
હાજર રહેલા લોકોમાંથી કોઈએ પૂછ્યું તમારી માને ખબર નથી કે તમે રેલવે મંત્રી છો? શાસ્ત્રીજીએ જવાબ આપ્યો ના મારી માને ખબર નથી કે હું રેલવે મંત્રી છું જો તેમણે કદાચ ખબર પડી જાય તો લોકોના કોઈ કામ માટે મને લાગવગ લગાવવા મને કહે તો હું કદાચ માને ના ન કહી શકું અને માને કદાચ અહંકાર પણ આવી જાય કે મારો દીકરો રેલવે મંત્રી છે.
આ સાંભળી બધા આશ્રયચકિત થઈ ગયા અને શાસ્ત્રીજી પર ગર્વ થયો.
આજે તમને દેખાય છે આવા ઈમાનદાર અને સાચા દેશભક્ત?
લાલબહાદુર શાસ્ત્રીજીને સમગ્ર ભારતવાસીઓ તરફથી કોટી કોટી વંદન.
આલેખન : અબ્બાસભાઈ કૌકાવાલા.સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300