છેતરપીંડીના ગુનામાં નાસતાફરતા આરોપીને ઝડપી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

છેતરપીંડીના ગુનામાં નાસતાફરતા આરોપીને ઝડપી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
Spread the love

સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં નાસતાફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જીલ્લામાં તથા બહારના જિલ્લાઓમાં ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે અમરેલી જિલ્લામાં રહેતા આવા નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સુરત શહેરના સરથાણા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૦૮૨૩૦૭૯૪ /૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૪૨૦, ૧૨૦બી મુજબના ગુનાનો આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે છેલ્લા પાંચ માસથી નાસતા ફરતો હોય, મજકુર આરોપીને બગસરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમી હકિકત આધારે બગસરા, હુડકો સોસાયટીમાંથી પકડી પાડી, પકડાયેલ આરોપીને આગળની કાર્યવાહી થવા બગસરા પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

ભરત ઉર્ફે રવિ પાલજીભાઇ દાફડા, ઉ.વ.૩૪, રહે.જુની હળીયાદ, તા.બગસરા હાલ રહે. બગસરા, હુડકો સોસાયટી, તા.બગસરા, જિ.અમરેલી,

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઇ. જિગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, તથા હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટ ભાવેશ વાઘેલા અમરેલી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20231004-WA0016.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!