આજે છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ બેઠકો પર મતદાન

આજે છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ બેઠકો પર મતદાન
Spread the love

ન્યુ દિલ્હી,
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે ૫૯ બેઠકો પર ચૂંટણી પ્રચાર પૂર્ણ થયો છે. આ તબક્કામાં દિલ્હી અને હરિયાણા સહિત સાત રાજ્યોની ૫૯ લોકસભા બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં બિહારની ૮, હરિયાણાની ૧૦, ઝારખંડની ૪, મધ્યપ્રદેશની ૮, ઉત્તરપ્રદેશી ૧૪, પશ્ચિમ બંગાળની ૮ અને દિલ્હીની સાત લોકસભા બેઠકો પર મતદાન થશે. છઠ્ઠા તબક્કામાં કુલ ૫૯ બેઠક પર મતદાન થવાનું છે જેમા ૯૭૯ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.
અત્યાર સુધી ૫ તબક્કાની ચૂંટણીમાં લોકસભાની કુલ ૫૪૩માંથી ૪૨૪ બેઠકોનું મતદાન થઈ ગયુ છે. ૭મા અને અંતિમ તબક્કામાં ૧૯મીએ બાકીની બચેલી ૬૦ બેઠકો ઉપર મતદાન થશે. ૨૩મીએ મત ગણતરી થશે. આવતીકાલે બિહાર અને ઝારખંડને બાદ કરતા સવારે ૭ થી સાંજે ૬ સુધી મતદાન થશે.
૨૦૧૪માં આ ૫૯ બેઠકોના પરિણામ પર નજર કરીએ તો ભાજપે આ ૫૯ બેઠકો પૈકી ૪૫ બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે તૃણમુલ કોંગ્રેસ આઠ, કોંગ્રેસે બે તથા સપા તથા એલજીપીએ એક-એક બેઠક પર વિજય મેળવ્યો હતો.
રવિવારે દિલ્હીની તમામ સાત લોકસભા બેઠક પર મતદાન થવાનું છે. દિલ્હીમાં રવિવારે શિલા દિક્ષીત, વિજેન્દર સિંહ, હર્ષ વર્ધન, ગૌતમ ગંભીરનું ભવિષ્ય ઇવીએમમમાં સીલ થઇ જશે. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ અને મેનકા ગાંધીનું ભવિષ્ય નક્કી થશે. રવિવારે થનારી જે ૧૪ બેઠકો પર ચૂંટણી થવાની છે તે પૈકી ૧૩ બેઠકો ભાજપે ૨૦૧૪માં જીતી લીધી હતી.
હરિયાણામાં કૃષ્ણપાલ ગુર્જર, રાવ ઇન્દરજિત સિંહ અને ભૂપિન્દરસિંહ હૂડાનું ભવિષ્ય ઇવીએમમાં સીલ થઇ જશે. મધ્ય પ્રદેશમાં ભોપાલ બેઠક પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિÂગ્વજય સિંહ અને ભાજપના ઉમેદવાર પ્રજ્ઞાસિંહ ઠાકુરનું ભવિષ્ય નક્કી થશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!