‘દુશ્મન સાવધાન’ઃ ભારતને મળ્યું ‘લાદેન કિલર’ હેલિકોપ્ટર ‘અપાચે’

ન્યુ દિલ્હી,
અમેરિકાથી ભારતને પ્રથમ અપાચે ગાર્ડિયન અટેક હેલિકોપ્ટર મળ્યું છે. અમેરિકાના એરિઝોનામાં Âસ્થત પ્રોડક્શન ફેસિલિટી સેન્ટરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ હેલિકોપ્ટર મેળવ્યું. ભારતે અમેરિકાની સાથએ ૨૨ અપાચે ગાર્ડિયન અટકે હેલિકોપ્ટરનો કરાર કર્યો છે. ભારતીય વાયુસેનાએ આ પ્રસંગે ટ્વીટ કરીને કÌšં, આ વર્ષે જુલાઇ સુધી હેલિકોપ્ટરની પ્રથમ બેચ ભારત મોકલવાનો પ્રોગ્રામ છે. એર-ક્રૂ અને ગ્રાઉન્ડ ક્રૂએ અલબામા Âસ્થત અમેરિકન સેનાના ટ્રેનિંગ ફેસિલિટીમાં પ્રશિક્ષણ લીધું હતું. અપાચેને સોંપવાના પ્રસંગે ભારતીય વાયુસેનાના એરમાર્શલ એ એસ બુટોલા અને અમેરિકી સરકારના પ્રતિનિધિઓ ઉપÂસ્થત રહ્યાં હતાં. અપાચે ગાર્ડિયન મલ્ટી રોલ ફાઇટર હેલિકોપ્ટર છે. જે ૨૮૪ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તેમાં બે હાઇ પર્ફોર્મન્સ એÂન્જન લગાવેલા હોય છે.
ભારતે ૨૦૧૫માં અમેરિકન વિમાન પ્રોડક્શન કંપની બોઇંગ સાથે ૨૨ અપાચે ખરીદવાની ડીલ કરી હતી. ૨.૫ અબજ ડોલર (અંદાજિત ૧૭.૫ હજાર કરોડ રૂપિયા)ની આ ડીલમાં ૧૫ ચિનૂક હેલિકોપ્ટર પણ સામેલ હતા. બોઇંગ અનુસાર, સૌથી શÂક્તશાળી હેલિકોપ્ટર અપાચેને ખાસ પ્રકારે ભારતીય વાયુસેનાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા. ઓછી ઉંચાઇ પર ઉડાણની ક્ષમતાના કારણે તે પહાડી વિસ્તારમાં છૂપાઇને વાર કરવામાં સક્ષમ છે.
હેલિકોપ્ટરમાં લેઝ, ઇન્ફ્રારેડ અને અન્ય નાઇટ વિઝન સિસ્ટમ લગાવવામાં આવી છે. જે અંધારામાં પણ દુશ્મનોને ટાર્ગેટ કરીને પ્રહાર કરી શકે છે. હેલિકોપ્ટરથી અત્યાધુનિક મિસાઇલ ફાયર કરી શકાય છે, સાથે જ તે અનેક પ્રકારના બોમ્બ બ્લાસ્ટ કરવામાં પણ સક્ષમ છે. દુશ્મનોની નજરે પડ્યા વગર આ હેલિકોપ્ટર ટાર્ગેટ લોકેશનને નષ્ટ કરી શકે છે.
અપાચેનું નિર્માણ અમેરિકાના એરિઝોનામાં થયું છે. આ અગાઉ ભારતીય વાયુસેનાને ચિકૂન હેવીલિફ્ટ હેલિકોપ્ટર મળી ગયું છે. બોઇંગ છૐ-૬૪ ઈ અપાચે વિશ્વના સૌથી ઘાતક હેલિકોપ્ટર ગણાય છે. ગત વર્ષે અમેરિકાએ ભારતીય સેનાને છ એએચ-૬૪ઇ હેલિકોપ્ટર આપવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. જેને ચીન અને પાકિસ્તાની બોર્ડર પર તહેનાત કરવામાં આવશે.