મોદીજી ‘ડિવાઇડર ઇન ચીફ’….!?, આ ન ચાલે ‘ટાઇમે’ માફી માંગવી જ પડશે..!?

(જીએનએસ : હર્ષદ કામદાર)
ભારતમાં ચૂંટણીનું પાંચમું ચરણ પૂરું થઇ ગયું છે. 12 મે ના છઠ્ઠા ચરણનું મતદાન શરૂ થવાથી પહેલા દુનિયાના સૌથી મોટા અને જાણીતા માનીતા મેગેઝિન અને જાણે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાઈમ પત્રીકાએ સમય ખરાબ કરી દીધો હોય તેવી સ્ટોરી જાહેર કરીને ના તો ફક્ત મોદીની સામે પરંતુ ભારતની પ્રતિષ્ઠા સામે પણ કેટલાએ સવાલો નિશાન માં લીધા છે. આ પત્રિકાનુ એવું નથી કે મોદીને પહેલી વાર પોતાના પહેલા પાના ઉપર ચમકાવ્યા હોય. આની પહેલા 2014 અને 2015માં ટાઇમે મોદીના વખાણ કર્યા હતા. મોદી મતલબ બિઝનેસ કહ્યા હતા. વડાપ્રધાન બની ગયા પછી તેમની સામે કેવા પડકાર ભર્યા પ્રશ્નો છે એ પણ બતાવ્યા હતા તે પહેલા પાના પર ચમકાવીને. પરંતુ 2019માં ટાઈમ પત્રિકાએ જાણે કે ભાજપા નો પણ ટાઇમ ખરાબ કરી નાખ્યો હોય, મુડ બગાડી દીધો હોય એ રીતે મોદીને ભારતના ભાગલાવાદી વડા એટલેકે ડિવાઈડર ઇન ચીફ બતાવ્યા છે. ભાજપા જે શબ્દો બીજાને માટે વારંવાર ઉપયોગ કરે છે. તે ટુકડે ટુકડે ગેંગના સરદાર કે માથા ફરેલ બતાવ્યા છે આ રીતે ટાઈમ પત્રિકાએ. આવુ ચાલે નહી….ચાલે નહી…. માફી મંગાવો આ ટાઈમ પત્રિકા થી.
આ પ્રખ્યાત મેગેઝિન અમેરિકાનું સૌથી મોટું શક્તિશાળી તાકતવર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ને સનકી અને જુઠા કહ્યા હતા. આ મેગેઝીને અગાઉ, મોદીજી જેને પાણી પી પીને ટીકા કરી રહ્યા છે તેણે નહેરુ, ઇન્દિરા અને રાજીવ ગાંધીને ઈજ્જત આપી હતી. મોદીજીને પણ આ ટાઈમ પત્રિકાએ 2014 માં ઈજ્જત આપી મોદી એટલે બિઝનેસનો દરજ્જો આપ્યો હતો. આખરે ચાર પાંચ વર્ષમાં એવું તે શું થઈ ગયું કે આ ટાઈમ પત્રિકાએ મોદીને ભાગલાવાદીઓના વડા કે માથાફરેલ બનાવી દીધા….? હમણાં તાજેતરમાં મોદીજીએ હરિયાણાના કુરૂક્ષેત્ર ગાળોની યાદી જાહેર કરી હતી. કોંગ્રેસે તેમને કેવી-કેવી ગાળો આપીને નવાજ્યા એ બતાવ્યું હતું પરંતુ કોંગ્રેસની એ ગાળમાં ક્યાંય પણ ડિવાઈડર ઇન ચીફ ની ગાળ હતી નહીં. ટાઈમ પત્રિકાએ દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશના વડાપ્રધાન મોદીજીને સૌથી મોટી ગાળ આપી છે. શું આ મોદીજી નું અપમાન છે કે ભારતનું….? અમેરિકાએ મોદીજીને કેટલાક વર્ષ પહેલા વિઝા આપવાનો ઇનકાર કર્યો ત્યારે તેમના સમર્થકોએ અમેરિકાનો બારકોટ કરો….. અમેરિકી ચીજોનો બહિષ્કાર કરો…. એવા નારા લાગ્યા હતા. હવે ટાઈમ પત્રિકાએ ફરીથી એ સમય લાવી દીધો છે જેમા મોદીજીના સમર્થક ટાઈમ મેગેઝીનનો બહિષ્કાર કરી શકે છે. વિદેશમાં ભાજપાના સમર્થનમાં કાર રેલીઓ કાઢવામાં આવી. હવે ટાઇમ ની વિરુદ્ધમાં પણ રેલીઓનૂ આયોજન થવું જોઈએ. થવુ જોઈએ કે નહીં…. ? થવું જોઈએ કે નહીં……?!
આવું કેમ થયું કે ટાઈમ પત્રિકાએ ખોટું લખ્યું કે કોઈએ ખોટું લખાવ્યુ જે રીતે પહેલા સારું લખાવતા હતા. તેનો જવાબ તો ખુદ મોદીજી જ જાણે. વર્લ્ડ ઓર્ડરમાં ભારતનું નામ ચમક્યુ નહીં પરંતુ ખરાબ થઈ ગયું એવું નથી લાગતું શુ….?આ સવાલ જો કોઈ પૂછે તો તેને દેશદ્રોહી તો ન માનવા જોઈએ…! ૨૦૧૪ પછી સમગ્ર દુનિયા ભારત ને ઈજ્જત આપી રહી છે, ૨૦૧૪ પછી સમગ્ર વિશ્વ ભારતને લોખંડી માની રહ્યું છે, ૨૦૧૪ પછી સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે.( આની પહેલા શું વાગતું હતું એ તો તેમના સમર્થકો જ જાણે), ૨૦૧૪ પછી સમગ્ર વિશ્વ હવે ભારતની તરફ સન્માનની નજરથી જોઈ રહ્યું છે….. પરંતુ ટાઇમ પત્રિકાએ જે અરિસો બતાવ્યો શું તે જ ખોટો છે…..? કોઈએ શું બહુ સરસ કહ્યું છે દાગ ચહેરે પર થે, હમ ઉમ્રભર આઈના સાફ કરતે રહે….!! કહે છે ને કે અરીસો જૂઠું ના બોલે તો શું અમે ટાઈમ મેગેઝીનને ભારતનો અરિસો માની લઈએ……? ટાઈમ પત્રિકા ખોટી છે… એવું સો વાર લખવાથી કે કહેવાથી ટાઈમ પત્રિકા બદલી શકાય છે, તો દાગ સારા છે નહીં તો ભારતનું નામ તો ખરાબ થઈ ગયું. બુંદ સે ગઈ અબ હૌજ સે ના આવે. અભીતક- આજતક ટાઈમ પત્રિકાની વિરુદ્ધ કોઈ પ્રતિક્રિયા નથી આવી, બ્લોગ લખવાવાળાએ પણ હજી સુધી કાઈ લખ્યું નથી. લાગે છે કે શબ્દો શોધી રહ્યા છે ટાઈમ પત્રિકા વિરુદ્ધમાં લખવાને માટે…..!!