રાજકોટવાસીઓ આનંદો… આજી-૧માં નર્મદાના નિરની પધરામણી

રાજકોટ,તા.૧૦
રાજકોટ શહેર સહિત જિલ્લાના અનેક ગામોમાં પાણીની ભારે તંગી જાવા મળી રહી છે. ખાસ કરીને અંતરીયાળ વિસ્તારોમાં બે-ત્રણ દિવસે પાણી મળી રÌš છે, તેવામાં રાજકોટને જા વરસાદ સુધી પાણીની અછતથી દુર રાખવું હોય તો નર્મદાનો સહારો લેવો પડે તેવી Âસ્થતી છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા નર્મદાની મદદ લઇને રાજકોટ આજી-૧ને ભરવાની શરૂઆત કરી છે જેમાં શુક્રવાર સવારે નર્મદા નિર પહોચી ગયું છે. જ્યારે રાત સુધીમાં ન્યારી ૧ ડેમમાં પણ નર્મદા નિર પહોંચી ગયું.
ગત વર્ષે નબળા ચોમાસાને કારણે શહેરને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોમાં પુરતો પાણીનો જથ્થો નથી, ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ આજી-૦૧ ડેમમાં નર્મદાનું પાણી પહોંચાડ્યું હતું તેમજ શુક્રવાર રાત સુધીમાં ન્યારી-૦૧ ડેમમાં પણ નર્મદાના નીરનની આવક શરૂ થઇ જશે.રાજકોટ શહેરને ૩૧ જુલાઈ ૨૦૧૯ સુધી પાણીનો જથ્થો જળવાઈ રહે તે ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના હેઠળનું પાણી આપવા પમ્પીંગ શરૂ કર્યું જેના કારણે આજી-૦૧ ડેમમાં નર્મદાનું પાણી ગઈકાલ રાતથી પહોંચ્યું છે.
આ ઉપરાંત ન્યારી-૧ ડેમમાં પણ નર્મદાનું પાણી પહોંચાડવા માટે પમ્પીંગ શરૂ કર્યું છે. ડેમ આધારિત સેન્ટ્રલ ઝોન વિસ્તારને પાણી વિતરણ માટે નર્મદા કેનાલ મારફત બેડી સુધી નર્મદાનું વધુ પાણી મેળવી જયુબેલી ઝોનમાં ટ્રાન્સફર કરવામાં આવશે. અને જયુબેલી ઝોનથી ગુરુકુલ ઝોનમાં પાણી ટ્રાન્સફર કરી શકાય તે માટે તાજેતરમાંજ જયુબેલી ખાતે ૩ નવા પંપ મુકવામાં આવ્યા છે. જેના કારણે દૈનિક ૨૦ મિનીટ પાણી વિતરણ કરી શકશે. આમ, શહેરને દૈનિક ૨૦ મિનીટ પાણી મળશે.