વિપ્રોને પાછળ છોડી એચસીએલ બની ત્રીજા નંબરની સૌથી મોટી આઈટી કંપની

વિપ્રોને પાછળ છોડી એચસીએલ બની ત્રીજા નંબરની સૌથી મોટી આઈટી કંપની
Spread the love

બેંગલુરુ,તા.૧૦
એચસીએલ ટેક્‌.એ દેશની ત્રીજા નંબરની સૌથી મોટી આઇટી સર્વિસીઝ કંપની તરીકે પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. એચસીએલએ હવે વિપ્રોને પણ પાછળ રાખી દીધી છે. નાણાકીય વર્ષ ૨૦૧૯માં એચડીએલ ટેક્‌.ની ઇન્કમમાં અન્ય આઇટી કંપનીની તુલનાએ સૌથી ઝડપી વધારો થયો છે.
ગયાં નાણાકીય વર્ષમાં કેટલીક કંપનીઓને ખરીદવાથી તેની ઇન્કમ વધી છે. એચસીએલ ટેક્‌.ની ઇન્કમ નાણાકીય વર્ષ ૨૦૧૯માં ૧૧.૮ ટકા વધીને ૮.૬૩ અબજ ડોલર થઇ ગઇ છે, જ્યારે વિપ્રોની આવક ૮.૧૨ અબજ ડોલર પર રહી હતી.
અઝીમ પ્રેમજીની કંપની વિપ્રો છેલ્લાં કેટલાંક વર્ષોથી નબળો દેખાવ કરનાર બિઝનેસનું રિસ્ટ્રક્ચરિંગ કરી રહી છે. કંપનીનું ટર્ન એરાઉન્ડ થતાં હજુ કેટલાક ક્વાટર્સનો સમય લાગશે. શિવ નાદરની કંપની એચડીએલ ટેકે જણાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦માં તેની આવક ૧૪-૧૬ ટકા વધવાની આશા છે. જા આવું થશે તો તે ૧૦ ડોલરની કંપની બની જશે. એચસીએલ ટેક્‌. આઇબીએમ પાસેથી આઠ સોફ્ટવેર પ્રોડક્ટ ૧.૭૮ અબજ ડોલરમાં ખરીદશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!