ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે તાલુકા કક્ષાનો કૃષિ મેળો યોજવામાં આવ્યો

શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ 2023 અંતર્ગત મિલેટ ડેવલપમેન્ટ યોજના હેઠળ ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે તાલુકા કક્ષાનો કૃષિ મેળો યોજવામાં આવ્યો
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2023 ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે આ યોજના હેઠળ લોકોમાં મિલેટ ધાન્ય પાક અંગે માહિતી મળે અને રોજિંદી દિનચર્યામાં ધાન્ય પાક નો વપરાશ થાય અને મિનિટ ધાન્ય વિવિધ મિનરલ સુધી ભરપૂર હોય છે જે માનવ શરીરને ઘણા ખરા પોષક તત્વો પૂરા પાડે છે આપણા રોજિંદા ખોરાકમાં લુપ્ત થતા મીલેટ ધાન્ય પાકોનું વપરાશ વધે તેવા હેતુથી સરકાર શ્રી દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે હેઠળ હાલોલ તાલુકાના પવિત્ર યાત્રાધામ તાજપુરા ખાતે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયદ્રથ સિંહજી પરમારની અધ્યક્ષતામાં દીપ પ્રગટાવીને આ કૃષિ મેળા નો પ્રારંભ કરાયું હતું
ત્યારબાદ ધારાસભ્યશ્રીએ તમામ હાજર રહેલ ખેડૂત મિત્રોને તથા પ્રોગ્રામમાં ઉપસ્થિત મહિલાઓને સંબોધતા કહ્યું હતું કે દરેક ખેડૂત મિત્રો મિનિટ પાકોનું વાવેતર કરી તેનું રોજિંદા જીવનમાં વપરાશ કરે જેથી આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે ત્યારબાદ તેઓએ ત્યાં ઉપસ્થિત ખેડૂતો તથા મહિલાઓ દ્વારા લગાવવામાં આવેલા વિવિધ પ્રકારના જેવું કે અનાજ કરિયાણું શાકભાજી તથા તેનાથી બનાવેલી વાનગીઓના સ્ટોલની મુલાકાત લીધી.
રિપોર્ટ : ઈરફાન શેખ (પંચમહાલ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300