પાટણ: સ્વચ્છતા હી સેવા અભિયાન દ્વારા પાટણ જિલ્લાને બનાવીએ સ્વચ્છ

પાટણ: સ્વચ્છતા હી સેવા અભિયાન દ્વારા પાટણ જિલ્લાને બનાવીએ સ્વચ્છ
Spread the love

સ્વચ્છતા હી સેવા અભિયાન દ્વારા પાટણ જિલ્લાને બનાવીએ સ્વચ્છ

રાજ્ય સ્તરે સ્વચ્છતા સફાઈ અભિયાન સર્વત્ર બની રહ્યું છે . જેના ભાગરૂપે રાજ્યનાં શહેરો, નગરો, યુનિવર્સિટી, કોલેજ, ગામ, રેલ્વે સ્ટેશન, બસ મથકો, ધાર્મિક સ્થાનો, યાત્રાધામો, પોલીસ સ્ટેશન, જાહેર માર્ગોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.આપણે દેશ, રાજ્ય, જીલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતના સ્તરે સ્વચ્છતાની ઝુંબેશમાં જોડાઈ કચરો નિકાલ કરીને સ્વચ્છ પાટણ જિલ્લો બનાવીએ. આગામી સમયમાં પ્લાસ્ટિકની થેલીઓ, જાહેર શૌચાલયોની ગંદકી, પાણીના ખાબોચીયાઓ સાફ સફાઈ કરવામાં આવશે.

આ અભિયાનના ભાગરૂપે પાટણ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને સ્વચ્છ-સુઘડ બનાવવાની નેમ હોઇ નગરપાલિકા વિસ્તારોમાં શહેરના પ્રવેશ માર્ગોથી બે કિલોમીટર તથા ગ્રામ પંચાયત વિસ્તારોમાં મુખ્ય માર્ગો સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારો, મુખ્ય રોડ, બાયપાસ, રીંગ રોડ કે હાઈ-વે આજુબાજુ સફાઈ ઝૂંબેશ તથા સરકારી કચેરીઓ, વસાહતો, વોટરબોડીઝ સહિતના સ્થળો આપને સ્વચ્છ કરવા સહયોગ કરીએ.ચાલો આપણે આપણું ફળિયું, ગામ , નગર, તાલુકો ,જિલ્લો સ્વચ્છ કરવા આપને આપનું યોગદાન આપીએ. એક કદમ સ્વચ્છ ભારત તરફ…..

રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ, રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20231010-WA0176-0.jpg IMG-20231010-WA0178-1.jpg IMG-20231010-WA0177-2.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!