વડિયા પોસ્ટ ઓફિસના નવા મકાનનું બાંધકામ શરુ

- બિલ્ડીંગના લાંબા અને સુરક્ષિત આયુષ્ય માટે વૃક્ષ દૂર કરી બિલ્ડીંગ બનાવવા લોક માંગણી
- પર્યાવરણ બચાવવાં નવા બિલ્ડીંગ સાથે વૃક્ષારોપણ કરી વૃક્ષ ઉછેરનો સંકલ્પ કરવો પણ જરૂરી
- મહાકાય પીપળાના વૃક્ષ નવ નિર્મિત બિલ્ડીંગને પાયામાંથી જર્જરિત કરશે તે પેહલા તેને દૂર કરવુ જરૂરી
વડિયા : અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાની મુખ્ય પોસ્ટ ઓફિસ અનેક નેતાઓની રજુવાત થી નવી બનવાની શરૂવાત થઇ ચુકી છે ત્યારે લોકોમાં ખુશીનો માહોલ છે પરંતુ આ પોસ્ટ ઓફિસના કમ્પાઉન્ડ માં વર્ષો જુના પીપળો, લીંબડો, આસોપાલવ,લીલગીરીના ખૂબ મોટા મહાકાય વૃક્ષ હાલ અસ્તિત્વ ધરાવે છે જેના મૂળ સમગ્ર કમ્પાઉન્ડમાં પાથરાયેલા છે ત્યારે આપોસ્ટ ઓફિસના નિર્માણની કામગીરી હાલ શરુ થઇ છે.
આ વૃક્ષના મૂળ સમગ્ર નવનિર્મિત બિલ્ડીંગને નુકશાન કરશે તે નક્કી છે ત્યારે આ તમામ વૃક્ષ કાપીને જો નવ નિર્મિત બિલ્ડીંગ બનાવવામાં આવે તો આ બિલ્ડીંગનુ આયુષ્ય લાંબું અને સુરક્ષિત બની શકે ત્યારે આ વૃક્ષ હાલ થડમાંથી દૂર કરી બિલ્ડીંગ કામગીરી પૂર્ણ થાય ત્યારે પર્યાવરણની ચિંતા કરી ફરી નવા સમગ્ર કમ્પાઉન્ડ માં વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કરવામાં આવે તેવો સંકલ્પ કરવો પણ જરૂરી છે. ત્યારે હાલ આ કામગીરી યુદ્ધના ધોરણે આગળ વધે તે પેહલા તાત્કાલિક આ વૃક્ષ દૂર કરવા જરૂરી છે.
અહેવાલ : રાજુ કારીયા (વડીયા )