બાવર બરવાળા મુકામે છેલ્લા આઠ દિવસમાં ખેડૂતોની વાડીએ ચોરી
વડીયા તાલુકાના બાવર બરવાળા મુકામે ગત છેલ્લા આઠ દિવસમાં ખેડૂતોની વાડીએ ચોરી થવા પામી છે. આશરે દશેક ખેડૂતો ની વાડીએથી મજૂરો ના મોબાઈલ તેમજ ઘરવખરી ચોરી થવામાં આવી છે. મજુરનો નાસ્તો કપડાં તેમજ મોટર સાયકલ ની ચાવી પણ લેતા જાય છે. આ બાબતે બાવર બરવાળાના ગ્રામજનો એ વડીયા પોલીસને લેખિત અરજી આપી છે. બાવરબરવાળા સરપંચ તેમજ ગ્રામજનોએ વડિયા પોલીસમાં અરજી આપી છે. સરપંચના જણાવ્યા અનુસાર આશરે 8 થી 10 મોબાઈલની ચોરી થઈ છે.
અહેવાલ : રાજુ કારીયા (વડીયા )