કુંકાવાવ તાલુકા પંચાયતમાં કોપી પેસ્ટથી ચાલતું તંત્ર…!

- ટીડીઓ પણ જોયા વગર સહીઓ ધાબેડતા હોય તેવી સ્થિતિ…!
- કર્મચારીઓના કામના આળસને સ્વીકારી ટીડીઓ પણ કોપી પેસ્ટ સિસ્ટમ પર ચલાવતા હશે ?
- કલેક્ટરના ગૌચર અને સરકારી જગ્યાઓમાં થયેલા દબાણના હુકામના પરિશિષ્ટમાં સરપંચ પતિ દ્વારા અપાતા ત્રાસ, જમીન માપણી, રી સર્વે, વરસાદના પાણીના ભરાવા જેવી વિગતો જોવા મળી
અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તાર એવા કુંકાવાવ વડિયા સયુંકત તાલુકો છે. જેની તાલુકા પંચાયત કચેરી કુંકાવાવ ખાતે આવેલી છે. સમગ્ર તાલુકાના વિકાસ કાર્યોનુ આયોજન અને અમલીકરણ અહિ થી થાય છે. હાલ સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં ગૌચર અને સરકારી જમીન માં થયેલા દબાણો દૂર કરવા કમર કસી છે ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટર દ્વવારા તાલુકા વિકાસ અધિકારી ને આ અંગે કાર્યવાહી કરવા માટે 05/10/23 ના રોજ લેખિત જાણ કરવામાં આવેલ આ સંદર્ભ યહુ વડિયા કુંકાવાવ તાલુકામાં થયેલા દબાણો બાબતની માહિતીનુ ગ્રામપંચાયત ના સરપંચ અને તલાટીને ઉદેશીને એક કાર્યવાહી માટે નો લેટર અને તેની સાથે એક પરિશિષ્ટ તાલુકા વિકાસ અધિકારીની સહી થી જે તે ગ્રામપંચાયત ને આપવામાં આવેલ છે.
આ લેટર ની નકલ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીને પણ મોકલવામાં આવી છે. ત્યારે તે પરિશિષ્ટમાં દબાણ દૂર કરવાની અરજીઓ સાથે અન્ય અરજીઓ જેવીકે જમીન માપણી રી સર્વે, માલિકીની જમીનમાં જાળીયા ખડકી બંધ કરવા, પાણીના વહેણ નો રસ્તો બંધ કરવા, સરપંચ પતિ દ્વારા ત્રાસ આપવા જેવી વિગતો પણ સમાવવા માં આવી છે. તે એવું જણાવે છે કે આ વિભાગ સાંભળતા અધિકારીના આળસના કારણે સચોટ માહિતીના બદલે આ તારીખ મુજબ ઇનવર્ડ થયેલી બાબતો આ સાથે સામેલ કરી આપેલી છે.
વ્યવસ્થિત દરખાસ્ત બનાવવાની જગ્યાએ સ્પષ્ટ કોપી પેસ્ટ કરેલ હોય તેવુ જણાય છે. અને તેના પર તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીની સહી પણ જોવા મળે છે. જો ગ્રામીણ વિકાસની તાલુકા ની મુખ્ય કચેરી કોપી પેસ્ટ સિસ્ટમથી ચાલતી હોય તો ત્યારે પેઢી ગયેલા કર્મચારીઓ અને આળશુ અધિકારીઓ થી ચાલતું આ તંત્ર કુંકાવાવ વડિયા ના ગામડાઓનો વિકાસ કઈ રીતે કરશે તે એક મોટો સવાલ ઉભો કરે છે. હાલ જ તાલુકા વિકાસ અધિકારીઓ ની બદલી નો ઘાણવો સરકારે કાઢ્યો છે ત્યારે નવનિયુક્ત અધિકારી આવા પેઢી ગયેલા કર્મીઓ ને પાટે ચડાવે તેવી લોક માંગણી પણ જોવા મળી રહી છે.
રિપોર્ટ : રસિક વેગડા (કુકાવાવ)