પાટણ : ચાણસ્મા ખાતે BRC ભવન ચાણસ્મા ખાતે બાળકો માટે વોકેશનલ તાલીમ

પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે BRC ભવન ચાણસ્મા ખાતે ઓગસ્ટ-સપ્ટેમ્બર. 2023 ધોરણ 9 થી12ના CWSN બાળકો માટે વોકેશનલ તાલીમ નું સુંદર આયોજન શરૂ કરવામાં આવ્યું છે. ગંગેટ સી.આર.સી .કો.ઓ પટેલ મહેશભાઈ દ્વારા આ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં બ્યુટી કલ્ચર અને કોમ્પ્યુટર સ્કીલ કોર્સ શરૂ કરવામાં આવેલ છે.જેમાં આ તાલીમમાં બ્યુટી કલ્ચર કોર્સ ચૌહાણ મોનિકાબેન નિતિનભાઈ અને કોમ્પ્યુટર સ્કિલ કોર્સ માટે યોગી સુરેશચંદ્ર એમ બે તજજ્ઞની ની નિમણૂક કરવામાં આવેલ છે.
આ બે તજજ્ઞ દ્વારા વોકેશનલ તાલીમમાં કોર્સ શરૂ કરવામાં આવેલ છે. જેમાં આવેલા બાળકોને પૌષ્ટિક ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. આ તાલીમનું આયોજન અઠવાડિયાના દર સોમવાર અને મંગળવાર એમ તાલીમ આપવામાં આવે છે.અને આ તાલીમથી CWSN બાળકો પોતાના પગભર થઈ શકે છે આ કોર્સ સરકાર દ્વારા જણાવ્યા મુજબ માર્ચ 2024 સુધી ચાલું રહેશે એમ3 ચાણસ્મા બી આર સી ભવન ખાતે સરકારશ્રી ના નિયમ મુજબ સુંદર તાલીમ આપવામાં આવે છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ (રાધનપુર)