ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ માટે બોટાદના ગ્રીનમેન ભીકડીયાની પસંદગી

ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ માટે બોટાદના ગ્રીનમેન ભીકડીયાની પસંદગી
Spread the love
  • પદ્મભૂષણ પૂ.સચ્ચિદાનંદ સ્વામીજી અને મહામહિમ શ્રીમતી આનંદીબેન પટેલ ની ઉપસ્થિત માં સન્માન થશે

ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાતના જિલ્લા સ્તરે પર્યાવરણ અને પ્રકૃતિ સંરક્ષણ એવમ સમર્પિત પર્યાવરણ પ્રહેરીઓ નું ઉમદા કાર્ય કરતા પર્યાવરણ પ્રેમીઓનું સન્માન 5 નવેમ્બર ૨૦૨૩ ના રવિવાર ના રોજ તિરુપતિ નેચરલ પાર્ક , વિસનગર ખાતે ક્રાંતિકારી સંત પદ્મભૂષણ પૂ.સચ્ચિદાનંદ સ્વામીજી (દંતાલી આશ્રમ) , મહામહિમ શ્રીમતી આનંદીબહેન પટેલ (રાજ્યપાલ, ઉત્તર પ્રદેશ) , ડૉ. જીતુભાઇ તિરુપતિ (ગ્રીન એમ્બેસેડર) અને નિલેશભાઈ રાજગોર (પ્રમુખ, ગ્રીન ગ્લોબલ બ્રિગેડ) ની હાજરીમાં કરાશે.

જેમાં બોટાદ જિલ્લા પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ માટે બોટાદ નું ગૌરવ ગ્રીન મેન સી.એલ.ભીકડીયાની પસંદગી થઈ છે. જેમાં ગ્રીન ગ્લોબલ બ્રિગેડ સંસ્થા દ્વારા પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ -૨૦૨૩ , સન્માન પત્ર અને ₹.૧૧૦૦૦ :૦૦ સન્માન રાશિનો ચેક એનાયત કરાશે. આ પ્રસંગે સુરતના અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયા, લવજીભાઈ બાદશાહ વગેરે ઉપસ્થિત રહેશે. સી. એલ. ભીકડીયા બોટાદ જાયન્ટ્સ, મુક્તિધામ નવનિર્માણ સમિતિ ,બોટાદ ડિસ્ટ્રિક્ટ બોડી બિલ્ડીંગ એસોસિયેશન, બોટાદ જિલ્લા ખોડલધામ સમિતિ તેમજ અનેક સામાજિક ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલ છે.

IMG-20231102-WA0013-1.jpg IMG-20231102-WA0014-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!