રાજ્યકક્ષા ઈડરિયો ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા

રાજ્યકક્ષા ઈડરિયો ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા
Spread the love

રાજ્યકક્ષા ઈડરિયો ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા

ઈડરિયો ગઢ આરોહણ અવરહોણ સ્પર્ધામાં ભાગ લેવા માટેની તા.૩૦ નવેમ્બર સુધીમાં
અરજીઓ પહોંચાડવા અનુરોધ

અમરેલી : યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા રાજ્યકક્ષા ઈડરિયો ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા સાબરકાંઠા જિલ્લામાં આગામી ડિસેમ્બર માસના ત્રીજા અઠવાડીયા દરમિયાન યોજાશે. ઈડરિયો ગઢ રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધામાં ૧૪ થી ૧૮ વર્ષના વયજૂથના યુવક-યુવતીઓ (જુનિયર) વિભાગમાં ભાગ લઇ શકશે.
રાજ્યકક્ષા ઈડરિયો ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટેનાં ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રૂમ-૧૧૦/૧૧૧, પ્રથમ માળ, અમરેલી ખાતેથી મેળવવા અથવા તો કચેરીના બ્લોગ પોસ્ટ dydoamreli.blogspot.com પરથી ઓનલાઈન મેળવી શકાશે. ફોર્મ વિગતવાર ભરીને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ક્રિશ્ના હોસ્પિટલ કમ્પાઉન્ડ, સબ જેલ રોડ, હિંમતનગર જિ.
સાબરકાંઠા ખાતે તા.૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં મોકલી આપવાના રહેશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20231031-WA0149.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!