આજે અમિત શાહ એનડીએ નેતાઓ સાથે ડિનર કરશેઃ કેબિનેટ બેઠક પણ મળશે

આજે અમિત શાહ એનડીએ નેતાઓ સાથે ડિનર કરશેઃ કેબિનેટ બેઠક પણ મળશે
Spread the love

ન્યુ દિલ્હી,
મોટા ભાગના ‘એÂક્ઝટ પાલ’ માં એનડીએની સરકાર બનશે તેવી ભવિષ્યવાણી થયા બાદ ભાજપ રાષ્ટÙીય અધ્યક્ષ અમિત શાહે મંગળવારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના તમામ નેતાઓને તેમના નિવાસસ્થાને ‘ડિનર’ માટે બોલાવ્યા છે. એવું માનવામાં આવી રહયું છે કે, ૨૩મી મૅ ના રોજ પરિણામો આવ્યા બાદ નવી સરકારમાં કોની શું ભૂમિકા હશે તે અંગેની ચર્ચા માટે અહીં ચર્ચાવિચારણા કરવામાં આવશે.
મોદી કેબિનેટના તમામ મંત્રીઓ સાથે મંગળવારે મુલાકાત કરવાના છે. આ મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમિત શાહ પણ હાજર રહેશે તેવી શક્્યતા છે.
સોનિયા ગાંધીએ ૨૩મી મૅના રોજ દિલ્લીમાં વિપક્ષી દળોની બેઠક બોલાવી છે. ‘એÂક્ઝટ પાલ’ માં હાર બાદ સોનિયા ગાંધીએ એનડીએના વિરોધી દળો સાથે સંપર્ક સાધીને રણનીતિ બનાવવાની ચર્ચા કરવા માટેની જવાબદારી મÎયપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને પી.ચિદમ્બરમ સહિતના વરિષ્ઠ નેતાઓને સોંપી છે. જા કે, આ બેઠક પૂર્વે જ માયાવતીએ તેમાં શામેલ થવાની સંભાવનાઓને નકારી કાઢી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!