એક્ઝિટ પોલ ઈફેક્ટ – સેન્સેક્સમાં ૧૪૨૨ પોઇન્ટનો બમ્પર ઉછાળો
મુંબઇ,તા.૨૦
એક્ઝિટ પોલમાં કેન્દ્રમાં ફરી દ્ગડ્ઢછને બહુમતી મળશે તેવા આશાવાદ સાથે સોમવારે સેન્સેક્સ ૧૪૨૨ પોઈન્ટ્સ વધી ૩૯૩૫૨ એ બંધ રહ્યો હતો. નિફ્ટીમાં માર્ચ ૨૦૧૬ પછી આ સૌથી મોટો ઉછાળો જાવા મળ્યો છે. જ્યારે નિફ્ટી ઈન્ટ્રા-ડેમાં ૩ વર્ષનો સૌથી મોટો ઉછાળો નોંધાયો છે. લીડ શેરોની સાથે આજે મિડ અને સ્મોલ કેપ શેરોમાં પણ તેજી જાવા મળી છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૨.૩૩ ટકા વધીને ૧૪,૬૪૧ની સપાટીએ જાવા મળ્યો હતો. જ્યારે સ્મોલ કેપ ઈન્ડેક્સ ૨.૦૧ ટકા વધીને ૧૪,૧૬૫.૮૬ની સપાટીએ વેપાર કરી રહ્યો છે. ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં પણ તેજી જાવા મળી છે. બીએસઈના ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં ૨.૯૨ ટકાનો વધારો જાવા મળ્યો છે.
આજના વેપારમાં રિયલ્ટી, ફાર્મા, ઓટો, એફએમસીજી, મેટલ શેરમાં ખરીદી જાવા મળી રહી છે. નિફ્ટીનો રિયલ ઈન્ડેક્સ ૩.૧૩ ટકા, ફાર્મા ઈન્ડેક્સ ૦.૫૪ ટકા, ઓટો ઈન્ડેક્સ ૨.૨૫ ટકા, એફએમસીજી ઈન્ડેક્સ ૦.૫૧ ટકા અને મેટલ ઈન્ડેક્સ ૦.૩૦ ટકાની તેજી સાથે વેપાર કરી રહ્યા છે.
અદાણી ગ્રૂપના શેરમાં ૭થી ૧૫ ટકાનો ઉછાળો જાવા મળ્યો છે. અદાણી પાવરમાં સૌથી વધુ ૧૫ ટકાની તેજી જાવા મળી છે. અદાણી એન્ટરપ્રાઈઝમાં ૧૨ ટકા અને અદાણી ટ્રાન્સમિશનમાં ૭ ટકાનો ઉછાળો આવ્યો છે.
વેપાર દરમિયાન સેન્સેક્સમાં ૩૦માંથી ૨૬ અને નિફ્ટીના ૫૦માંથી ૪૪ શેરમાં તેજી જાવા મળી છે. એસબીઆઈના શેરમાં ૫ ટકાનો વધારો જાવા મળ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક, લાર્સન એન્ડ ટૂબ્રો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ૪-૪ ટકાની તેજી જાવા મળી છે.
બીએસઈ પર બજાજ ઓટોનો શેર ૨.૧૨ ટકા, ઇન્ફોસિસ ૦.૯૭ ટકા, ટીસીએસ ૦.૨૧ ટકા અને એચસીએલ ટેક ૦.૦૨ ટકાનો કડાકો નોંધાયો છે. એનએસઈ પર ડા. રેડ્ડીનો ૩.૪૦%, ટેક મહિન્દ્રા ૨.૫૫%, બજાજ ઓટો ૨.૩૧% અને ઇન્ફોસિસનો શેર ૧.૩૬ ટકા ઘટ્યો છે.
સૂત્રો જણાવે છે કે વાસ્તવમાં તો ગત ગુરુવારથી જ શેરબજારના ખેલાડીઓને એÂક્ઝટ પોલમાં શું આવશે તેની જાણકારી મળી ગઈ હતી, કારણકે સેન્સેક્સમાં ૧૮૦૦થી ૨૦૦૦ સુધીનો ઘટાડો થયા બાદ એકાએક ગત ગુરુવાર અને શુક્રવારે જ સેન્સેક્સમાં ૯૦૦ પોઈન્ટની તેજી માત્ર બે દિવસમાં જ આવી ગઈ હતી.
એÂક્ઝટ પોલના તારણો મુજબ જા ૨૩મી મેના રોજ જાહેર થનારા ચૂંટણીના પરિણામો આવશે તો શેર બજારમાં વધુ ૨૦૦૦ પોઈન્ટનો ઉછાળો આવી શકે છે, પરંતુ જા એÂક્ઝટ પોલના તારણો કરતાં વિપરીત પરિણામ આવશે તેવી Âસ્થતિમાં ત્રણથી ચાર હજાર પોઈન્ટનું મોટું કરેકશન આવી શકે છે.
મોટાભાગના એÂક્ઝટ પોલમાં એનડીએની જીતનું અનુમાન લગાવવામાં આવ્યું છે. બજાર ખુલવાની થોડી મિનિટોમાં જ મ્જીઈ લિસ્ટેડ કંપનીઓના શેરની વેલ્યૂએશન ૧,૪૬,૫૮,૭૦૯.૬૮ કરોડ રૂપિયાથી વધીને ૧,૫૦,૪૧,૦૯૯.૮૫ કરોડ રૂપિયા થઇ ગઇ છે. આ મુજબ રોકાણકારોને થોડી મિનિટોમાં જ ૩.૮૨ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.