લોકોએ મોદીના સારા વહીવટીતંત્રને પુરસ્કાર આપ્યો છેઃ ભાજપ

ન્યુ દિલ્હી,
એÂક્ઝટ પોલ પર ભાજપે ઉત્સાહિત પ્રતિક્રિયા આપી અને કÌš કે આનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પક્ષમાં વાતાવરણની જાણ થઈ રહી છે. ચૂંટણી પરિણામની જાહેરાત પહેલા આવેલા વિભિન્ન એÂક્ઝટ પોલમાં હાજર રાષ્ટÙીય જનતાંત્રિક ગઠબંધન (દ્ગડ્ઢછ)સરકારની વાપસીનું પૂર્વાનુમાન જણાવાઈ રÌš છે.
જાકે વિપક્ષી દળોએ એÂક્ઝટ પોલને ફગાવી દીધુ છે. કોંગ્રેસ નેતા શશિ થરૂરે દાવો કર્યો કે એÂક્ઝટ પોલ ખોટા હોય છે. તેમણે પોતાની વાત સાચી સાબિત કરવા માટે ઓસ્ટ્રેલિયાની ચૂંટણીનો હવાલો આપ્યો જ્યાં કેટલાક એÂક્ઝટ પોલ ખોટા સાબિત થયા.
શશિ થરૂરે પોતાના ટ્વીટમાં લખ્યુ મને એવુ લાગે છે કે એÂક્ઝટ પોલ ખોટા સાબિત થાય છે. આૅસ્ટ્રેલિયામાં ગત વીકેન્ડમાં ૫૬ અલગ-અલગ એÂક્ઝટ પોલ ખોટા સાબિત થયા હતા. ભારતમાં પણ કેટલાક લોકો સર્વે કરનારાને સાચા ગણાવે છે કેમ કે તેમને એ ડર હોય છે કે આ સરકારનો માણસ છે. અમે ૨૩ મેએ સાચા પરિણામોની રાહ જાઈએ છીએ.
ભાજપ પ્રવક્તા જી.વી.એલ નરસિમ્હા રાવે કÌš કે લોકોએ મોદીના સારા વહીવટીતંત્રને પુરસ્કાર આપ્યો છે. તેમણે કÌš, એÂક્ઝટ પોલથી નરેન્દ્ર મોદીના નેતૃત્વ માટે ઘણુ સકારાત્મક મતદાન થયાનો સ્પષ્ટ સંકેત મળે છે. મોદીએ અતુલ્ય સમર્પણથી દેશની સેવા કરી છે.
લોકો સારા વહીવટીતંત્રને પુરસ્કાર આપે છે, આ એકવાર ફરીથી ઉત્સાહજનક જનમતથી સાબિત થયો છે. આવુ ખરાબ બોલનારને તે વિપક્ષને તમાચો છે જે આધારહીન આરોપ લગાવે છે અને ખોટુ બોલે છે.