ભારતની ચૂંટણીમાં ફેસબુક-ગૂગલ માલામાલ

ભારતની ચૂંટણીમાં ફેસબુક-ગૂગલ માલામાલ
Spread the love

ન્યુ દિલ્હી,
ભારતમાં રાજકીય પક્ષોએ આ વર્ષે ફેબ્રુઆરીથી પહેલાં અત્યાર સુધી ફેસબુક અને ગૂગલ વગેરે ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રચારના મદમાં ૫૩ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા. તેમાં સત્તારૂઢ ભાજપની ભાગીદારી સૌથી વધુ રહી. ફેસબુકની જાહેરાત સાથે જાડાયેલી રિપોર્ટ અનુસાર આ વર્ષે ફેબ્રુઆરીની શરૂઆતથી ૧૫ મે સુધી તેના પ્લેટફોર્મ પર ૧.૨૧ લાખ રાજકીય જાહેરાત ચાલી. આ જાહેરાતો પર રાજકીય પાર્ટીઓએ ૨૬.૫ કરોડ રૂપિયા ખર્ચ કર્યા.
આ પ્રકારે ગૂગલ, યૂટ્યૂબ અને તેની સહાયક કંપનીઓ પર ૧૯ ફેબ્રુઆરીથી અત્યાર સુધી ૧૪,૮૩૭ જાહેરાતો પર રાજકીય પક્ષોએ ૨૭.૩૬ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. સત્તારૂઢ ભાજપે ફેસબુક પર ૨,૫૦૦થી વધુ જાહેરાતો પર ૪.૨૩ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. ‘માય ફર્સ્ટ વોટ ફોર મોદી’, ‘ભારતના મનની વાત’ અને ‘નેશન વિથ નમો’ જેવા પેજે પણ સોશિયલ નેટવ‹કગ પર જાહેરાતો પર ૪ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. ગૂગલના મંચ પર ભાજપે ૧૭ કરોડ રૂપિયાથી ખર્ચ કર્યા.
કોંગ્રેસે ફેસબુક પર ૩,૬૮૬ જાહેરાતો પર ૧.૪૬ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. તો બીજી તરફ ગૂગલ પર ૪૨૫ જાહેરાતો પર રાહુલ ગાંધીના નેતૃત્વવાળી પાર્ટીનો ખર્ચ ૨.૭૧ કરોડ રૂપિયા રહ્યો. ફેસબુકના આંકડાના અનુસાર તૃણમૂલ કોંગ્રેસે તેના મંચ પર જાહેરાતો પર ૨૯.૨૮ લાખ રૂપિયા ખર્ચ કર્યા. આમ આદમી પાર્ટીએ ફેસબુક પર ૧૭૬ જાહેરાતો ચલાવી અને તેના માટે તેણે ૧૩.૬૨ લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.
ગૂગલના અનુસાર તેના પ્લેટફોર્મ પર ઓબર્ન ડિજિટલ સોસ્લ્યૂશન્સ તમારા માટે જાહેરાત કરી રહ્યા છે અને તેને ૧૯ મે બાદ ૨.૧૮ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા.

Admin

Admin

9909969099
Right Click Disabled!