મેંદરડા ખાતે તાલુકા કક્ષાનો “કલા-મહા-કુંભ” નું આયોજન.

મેંદરડા ખાતે તાલુકા કક્ષાનો “કલા-મહા-કુંભ” નું આયોજન.
Spread the love

તાજેતરમાં મેંદરડા ખાતે તાલુકા કક્ષાનો “કલા-મહા-કુંભ” નું આયોજન થયેલ હતું.

મેંદરડા ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો જેમાં ‘સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કુલ-મેંદરડા’ નાં કુલ ૧૮ વિદ્યાર્થીઓએ અલગ-અલગ કૃતિમાં ભાગ લીધો હતો. તેમાં દરેક બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરેલ હતો. આ ઉપરાંત નીચેનાં બાળકોનો તાલુકા કક્ષાએ નીચે મુજબ નંબર આવેલ છે.
સમૂહ-ગરબામાં સોલંકી સુહાના-૬(ગુજરાતી માધ્યમ), ભોરણીયા પૃષ્ટી-૬(ગુજરાતી માધ્યમ), મકવાણા ક્રિષ્ના-૬(ગુજરાતી માધ્યમ), કોટડીયા મેટ્રિસા-૭(ગુજરાતી માધ્યમ), રબારા ભક્તિ-૭(ગુજરાતી માધ્યમ), સંતોકિ મેઘા-૭(ગુજરાતી માધ્યમ), કાચા ભવ્યા-૭(ગુજરાતી માધ્યમ), ભાખર દ્રષ્ટિ-૮(ગુજરાતી માધ્યમ), વાળા યશ્વી-૮(ગુજરાતી માધ્યમ), કોટડિયા દિયા-૯(ગુજરાતી માધ્યમ), નંદાસણા એશા-૯(ગુજરાતી માધ્યમ), ઝાલા સાક્ષી-૭(અંગ્રેજી માધ્યમ), વખારીયા અમ્તુલા-૭(અંગ્રેજી માધ્યમ), દેવાણી સાક્ષી-૮(અંગ્રેજી માધ્યમ) નો તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ આવેલ છે.
આર્ટ એન્ડ ક્રાફ્ટમાં કરકર ટ્વીસા-૬(ગુજરાતી માધ્યમ) નો તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ આવેલ છે.
હળવું હારમોનિયમમાં ટાંક માર્મિક-3(ગુજરાતી માધ્યમ) નો તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ આવેલ છે.
ચિત્રમાં છૈયા ઉપલ-૬(ગુજરાતી માધ્યમ) તાલુકા કક્ષાએ દ્રિતીય ક્રમ આવેલ છે.
તથા વારસકીયા ચાંદની-૬(ગુજરાતી માધ્યમ) એ ભજનમાં પણ સારું પરફોર્મન્સ કર્યું હતું.
આ દરેક વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષાનાં “કલા-મહા-કુંભ” માં મેંદરડા તાલુકાનું નેતૃત્વ કરશે. તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ને સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલનાં ટ્રસ્ટીશ્રીઓ અને સ્ટાફ પરિવાર તરફથી ખુબ ખુબ શુભકામના. અને જે બાળકો જીલ્લા કક્ષાએ ભાગ લેશે તેમને સફળતા મળે તેવી શુભેચ્છા.

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20231214-WA0008.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!