હાલોલમાં હઝરત બાદશાહ બાબાના 87માં ઉર્ષની ઉજવણી કરવામાં આવી.

હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલ હઝરત બાદશાહ બાબાના 87માં ઉર્ષની ઉજવણી ધાર્મિક વાતાવરણમાં રંગે ચંગે કરવામાં આવી હતી.જેમાં ઉર્ષનાં પ્રથમ દિવસે હાલોલ નગરનાં કસ્બા હુસેની ચોકમાંથી મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થયા હતા અને બપોરના ૩ કલાકે સંદલ શરીફનું ભવ્ય જુલુસ નીકળ્યુ હતુ. જે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી બાદશાહ બાબા દરગાહ ખાતે પહોંચ્યું હતું.જેમાં વડોદરાના ખાનકાહે એહલે સુન્નતનાં સજ્જાદા નસીન સૈયદ મોયુનુદ્દિન બાબા કાદરીના હાથોથી સંદલ શરીફની રશ્મ અદા કરવામાં આવી હતી.અને ત્યારબાદ સલાતો સલામ અને નિયાઝની વહેચણી કરવામાં આવી હતી.જુલુસમાં વિવિધ પ્રકારના શનગાર કરેલા વાહનો કલાત્મક દરગાહનાં રોજાઓ એ ભારે આકર્ષણ જમાવ્યું હતું.જ્યારે ઉર્ષ નાં બીજા દિવસે 25 ડિસેમ્બર સોમવાર નાં રોજ સવારે દરગાહ ખાતે તકરીરનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખાનકાહે એહલે સુન્નતનાં સજ્જાદા નસીન સૈયદ મોયુનુદ્દિન બાબા કાદરી,સૈયદ અમિરુદ્દિંન બાબા કાદરી, સૈયદ જિયાઉદ્દિંન બાબા કાદરી ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૈયદ અમિરુદ્દિંન બાબા કાદરી એ તકરીર ફરમાવ્યું હતું.અને સલાતો સલામ બાદ નિયાજ તકસિમ કરવામાં આવી હતી.આ પ્રસંગે ગુજરાત સહિત મહારાષ્ટ્ર,મધ્ય પ્રદેશ તેમજ વિવિધ શહેરોના અકિદતમંદો ઉમટયા હતા અને ઉર્ષનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટ : ઈરફાન શેખ ( પંચમહાલ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300