પ્રાંસલા ગામે સાત દિવસની ૨૪ મી રાષ્ટ્ર કથા શિબીર માં ડો વલ્લભભાઈ નું મનનીય વક્તવ્ય 

પ્રાંસલા ગામે સાત દિવસની ૨૪ મી રાષ્ટ્ર કથા શિબીર માં ડો વલ્લભભાઈ નું મનનીય વક્તવ્ય 
Spread the love

પ્રાંસલા ગામે સ્વામી શ્રી ધર્મબંધુજીના નેતૃત્વ હેઠળ સાત દિવસની ૨૪ મી રાષ્ટ્ર કથા શિબીર માં
ગૌ સેવા દ્વારા રાષ્ટ્ર સેવા અને  ગૌ આધારિત અર્થ વ્યવસ્થા  વિષે માર્ગદર્શન આપતા રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયા

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પ્રાસલા ગામે છેલ્લા ૨૪ વર્ષથી સ્વામી શ્રી ધર્મબંધુજીના નેતૃત્વ હેઠળ ડિસેમ્બર માસમાં નિયમિત રીતે રાષ્ટ્ર કથા શિબિર એક અનોખું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ કથા ૧૭ થી ૨૪ ડિસેમ્બર સુધી યોજાયેલ છે. જેમાં અરુણાચલ થી માંડીને રાજસ્થાન અને કાશ્મીર થી માંડીને કન્યાકુમારી સુધીના દરેક રાજ્યોમાં થી હાઇસ્કુલ અને કોલેજના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ રાષ્ટ્રભક્તિના, સંસ્કાર સાથે વ્યક્તિત્વ વિકાસ સમાજ સેવા, રાષ્ટ્ર સેવા, વ્યવસાય, યોગ અને ખાસ કરીને મિલેટ્રી ટ્રેનિંગ મેળવે છે. આ શિબિરમાં રાજકીય, સામાજીક અધિકારીઓ અને ત્રણેય સેનાના, જર્નલ્સ, બ્રિગેડીયર વગેરે દ્વારા અનેકવિધ જ્ઞાનપ્રદ માહિતી આપવામાં આવે છે.

દેશભરના રાજકીય, ધાર્મિક વૈજ્ઞાનિક અને સામાજિક આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને સંબોધન સાથે તેમના અનુભવોની આપ – લે કરવામાં આવે છે. ૨૧ મી સદીના ભવ્ય અને દિવ્ય ભારત નિર્માણમાં તેઓ શ્રેષ્ઠ નાગરિક બની શકે તે માટેનું ભાથુ લઈને ૧૪,૫૦૦ થી પણ વધારે યુવાનો અને વિદ્યાર્થીઓ રાષ્ટ્રભક્તિના સંસ્કાર સિંચન સાથે એક શ્રેષ્ઠ નાગરિકત્વ ના ગુણો પ્રાપ્ત કરી વિદાય લે છે.

આ પ્રસંગે યુવા વિદ્યાર્થીઓને યુવા અવસ્થા દરમ્યાન રાષ્ટ્રભક્તિ, દેશ માટે કર્તવ્ય બોધ, ગૌ સેવા દ્વારા રાષ્ટ્ર સેવા કઈ રીતે થઈ શકે અને ગૌ આધારિત અર્થ વ્યવસ્થા દ્વારા યુવાનો કઈ રીતે રોજગારી મેળવી શકે અને પોતાનો વ્યવસાય કરી શકે તે માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયા એ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત સરકારના આદરણીય પૂર્વ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શક્તિમાન તરીકે નામના મેળવનાર શ્રી મુકેશ ખન્ના, ભાજપા અગ્રણી શ્રી દેવશીભાઈ ટાઢાણી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

1703516482768_2.jpeg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!