વિસાવદર : કાલસારી ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ અંતર્ગત વિસાવદર ના કાલસારી ગામે પુર્વ ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું
કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જન-જન સુધી પહોચે એ ઉમદા ભાવ સાથે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘નાં રથ ગામે ગામ ફરી રહ્યા છે.
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાનો એકપણ નાગરિક કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓથી વંચિત ન રહી જાય તેવા ધ્યેયમંત્ર સાથે ગામે ગામ લોકસંદેશો પાઠવતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પ્રવાસ કરી રહી છે. ત્યારે ગીરકંદરાઓમાથી ખળખળ વહેતી પોપટડી નદીનાં તટે વસેલા કાલસારી ગામે વિકસીત ભારત સંકલ્પ રથ આવી પહોંચતા પૂર્વધારાસભ્ય શ્રી હર્ષદભાઇ રીબડીયાની અધ્યક્ષતામાં તેમજ અગ્રણીશ્રી હરીભાઇ રીબડીયા, સોમાતભાઇ સરસીયા, તાલુકા પંચાયતનાં સભ્યશ્રી અશ્વિન સરધારા,ગામનાં સરપંચશ્રી, સામાજીક ન્યાય સમતિનાં સભ્ય રમેશભાઇ સોલંકી, અગ્રણી પિયુષ ઢોલરીયાની ઉપસ્થિતિ સાથે ગ્રામજનોએ નાની બાળાઓની આગેવાનીમાં રથને કુમકુમ તિલક કરીને આવકાર્યો હતો. કાલસારી ગામની શાળા પટાંગણમાં ગ્રામજનોને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓની જાણકારી મળી રહે તે પ્રકારે યોજનાકીય માહિતી સભર સ્ટોલ્સ, પ્રદર્શની, રથ થકી પુરી પાડવામાં આવેલ. માહિતી ખાતા દ્વારા ગ્રામજનોને યોજનાકીય પ્રકાશનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે હર્ષદભાઇ રીબડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા આ યાત્રાના માધ્યમ થકી ૧૭ જેટલી યોજનાઓની માહિતી આપવામાં આવી રહી છે. આ યાત્રાનો ઉદ્દેશ સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ પાત્રતા ધરાવતા નાગરિકોને ઘર આંગણે જ લાભ મળી રહે તે છે. ત્યારે આપણે પોતે પણ જાગૃત બનીએ એમ ઉમેરી અંતે તેમણે વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ તકે અગ્રણીશ્રી હરીભાઇ રીબડીયાએ જણાવ્યું હતું કે, તા. ૧૫ નવેમ્બરથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી છે. સરકારશ્રીની મહત્વની ૧૭ જેટલી ફ્લેગશીપ યોજનાઓનો લાભ સ્થળ પર જ મળી રહે તે આ યાત્રાનો ઉદ્દેશ્ય છે. આજે લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં જ સીધી સહાય મળી રહી છે. દરેક નાગરિક સાથે મળી વિકસિત ભારતનું નિર્માણ કરી શકશે.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો વિતરણ કરવામાં આવ્યા હતા. મેરી કહાની મેરી ઝુબાની થીમ હેઠળ સરકારશ્રીની વિવિધ યોજનાના લાભોથી પ્રભાવિત લાભાર્થીઓએ પોતાની સફળતાની કહાની રજુ કરી હતી. વિવિધ યોજનાકીય લાભોના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.
આ તકે બાળકોએ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડે તેવા સંદેશાઓ આપતું ‘ધરતી કહે પુકાર કે….’નાટક રજુ કર્યું હતું, જે કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત વિનામૂલ્યે આરોગ્ય ચેકઅપ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ આરોગ્ય તપાસ કરાવી હતી. રથ સાથે વાસ્મોના નાયબ યુનિટ મેનેજર શૈલેષ પંડીત, તાલુકા પંચાયત તથા વિવિધ વિભાગ અને બેંકનાં કર્મચારીઓ ઉપસ્થીત રહ્યાહતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300